બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વ્હોટ્સએપમાં સ્ટેટ્સ જોવું છે પણ ખબર નથી પડવા દેવી? આટલું કરો કોઈને ભનક પણ નહીં લાગે
Last Updated: 04:09 PM, 21 March 2025
આજના સમયમાં મોટાભાગના લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે. તેમાં પણ ખાસ કરીને વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. વોટ્સએપ પર ઘણી અદ્ભુત સુવિધાઓ જોઈ શકાય છે. પરંતુ મોટાભાગના લોકો વોટ્સએપના આવા અદ્ભુત ફીચર વિશે જાણતા નથી જેની મદદથી તમે કોઈનું સ્ટેટસ જોઈ શકો છો અને સામેના વ્યક્તિને તેના વિશે ખબર પણ નહીં પડે.
ADVERTISEMENT
વોટ્સએપ પર એક એવું ફીચર છે જેની મદદથી તમે સ્ટેટસ જોઈ શકો છો અને જે વ્યક્તિનું સ્ટેટસ તમે જોયું છે તેની સીન લિસ્ટમાં તમારું નામ દેખાશે નહીં. જો કે, આ સુવિધાનો ઉપયોગ કરતી વખતે એક ખામી છે. એટલે કે જો તમે WhatsApp ની આ સુવિધાનો ઉપયોગ કરશો તો તમે સ્ટેટસ પર જોવાયાની સંખ્યા પણ જોઈ શકશો નહીં. એટલે કે જો તમે વોટ્સએપ પર સ્ટેટસ મૂક્યું છે, તો તમને એ દેખાશે નહીં કે કેટલા લોકોએ તમારું વોટ્સએપ સ્ટેટસ જોયું છે. જોકે, આ સુવિધા ચાલુ કર્યા પછી, જો તમે વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરો છો, તો તમને વ્યૂઝની સંખ્યા વિશે ખબર પડશે. આ સુવિધાનું નામ Read Receipts છે.
ADVERTISEMENT
વધુ વાંચો : Gmailમાં આવી રહ્યું છે સૌથી મોટું અપડેટ, હવે આ કામ બનશે સરળ
તમે Read Receipts ડિસેબલ કરતાની સાથે જ કોઈપણ વોટ્સએપ સ્ટેટસ જોઈ શકો છો. જે વ્યક્તિ સ્ટેટસ પોસ્ટ કરે છે અને તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ થાય છે તેને ખ્યાલ પણ નહીં આવે કે તમે તેનું સ્ટેટસ જોયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.