આ સરળ પ્રોસેસથી ઑનલાઇન જ ચેન્જ કરો પાસપોર્ટમાં એડ્રેસ

By : juhiparikh 06:54 PM, 14 September 2018 | Updated : 11:22 AM, 15 September 2018
જો તમારી પાસે પાસપોર્ટ હોય અને તમે ઘર બદલી ચૂક્યા છો તો તમારે નવું  એડ્રેસ પાસપોર્ટમાં અપડેટ કરવું જરૂરી છે. શું તમે જાણો છો, તમે પાસપોર્ટ ઑફિસના ચક્કર લગાવ્યા વગર જ ઘરે બેઠાં-બેઠાં પણ આ કામ કરી શકો છો. ઑફલાઇન કરતા ઑનલાઇન પાસપોર્ટ અપડેટ કરવો વધારે સરળ છે. જો તમે પણ પોતાના પાસપોર્ટમાં એડ્રેસ ચેન્જ કરાવવા ઇચ્છો છો તો અહીં અમે તેના માટે કેટલા ડૉક્યુમેન્ટની જરૂર પડશે અને તેમાં કેટલો ખર્ચ થશે તે જણાવવા જઇ રહ્યા છીએ. 

કયા ડૉક્યુમેન્ટની જરૂર પડશે:

તમારા ઓરિજિનલ ઓલ્ડ ઇન્ડિયન પાસપોર્ટની ઓનલાઇન એપ્લિકેશનની કોપી અને પેમેન્ટ રિસિપ્ટ અથવા તમે invoice બનાવ્યું હોય તો તે પણ ચાલશે.

પોતાના ઓલ્ડ પાસપોર્ટના પહેલા બે પેજ અને લાસ્ટ બે પેજ પર સહી કર્યા પછી તેની કોપી. 

તે સિવાય તમે જાતે સહી કરેલા ECR - Non ECR ફોર્મની કોપી.

તમે જાતે સહી કરેલા ઓબ્ઝર્વેશન એન્ડ વેલિડિટી એક્સટેન્શન પેજની કોપી.

નવા એડ્રેસ પ્રૂફ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ:

વોટર આઇડી, આધાર કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ, રજિસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટ (જેને લાગૂ થાય તેને), જો તમે કોઇ જાણીતી કંપનીમાં કામ કરતાં હો તો તેના લેટર હેડ પર બનેલું એડ્રેસ સર્ટિફિકેટ. 

 ઇનકમ ટેક્સ અસેસમેન્ટ ઓર્ડર, માતા-પિતાના પાસપોર્ટના પહેલા અને અંતિમ પેજની કોપી (એપ્લિકન્ટની ઉંમર 18 વર્ષની ઓછી હોય તો જ), પોતાના પતિ/પત્નીના પાસપોર્ટની કોપી (પહેલું અને અંતિમ પેજ, તે સિવાય પોતાના પરિવારની માહિતી અને એપ્લિકન્ટનું હાલનું સરનામું પોતાના પતિ/પત્નીના પ્રેઝન્ટ એડ્રેસ સાથે મેચ થવું જોઇએ) 

તમે પોતાના બેન્કની પાસબુક પણ આપી શકો છો.

પાસપોર્ટમાં ઓનલાઇન એડ્રેસ બદલવાની પ્રોસેસ:

સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે, કારણ કે અહીં જ તમારે રજિસ્ટર કરવું પડશે. 

આ વેબસાઇટ http://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink છે.

આ વેબસાઇટ પર તમારે 'એક્ઝિસ્ટિંગ યૂઝર' તરીકે લોગઇન કરવું પડશે. બાદમાં તમારે યૂઝર આઇડી અને પાસવર્ડ નાખવો પડશે. 

જો તમારું નામ રજિસ્ટર ન હોય તો તમારે ન્યૂ યૂઝર પર ક્લિક કરવું પડશે. હવે તમારે લોગ ઇન આઇડી અને પાસવર્ડ બનાવવા પડશે. 

હવે તમે રજિસ્ટર કરી શકશો 

હવે તમારે પાસપોર્ટ ઓફિસ સિલેક્ટ કરવાની રહશે. તમારે પોતાની પર્સનલ ઇન્ફર્મેશન તેમાં ભરવાની રહેશે. હવે તમારે લોગ-ઇન આઇડી અને પાસવર્ડ બનાવવો પડશે.

 હવે તમે અહીં રજિસ્ટર કરી શકો છો. 

હવે તમને એક લિંક મળશે. તેના પર ક્લિક કરી તમે પોતાનું એકાઉન્ટ એક્ટિવ કરી શકો છો. 

 હવે તમે ન્યૂ પાસપોર્ટ અને પાસપોર્ટના રિ-ઇશ્યૂ માટે એપ્લાય કરી શકો છો.

પ્રોસેસ:

 પહેલા તમારે પાસપોર્ટ રિ-ઇશ્યૂ માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. 

અન્ય એક ઓપ્શન છે જેમાં તમારે એક PDF ફોર્મ નિકાળવું પડશે અને આ ઓફલાઇન પ્રક્રિયા હશે તેને પૂર્ણ કરવાની રહેશે.

એડ્રેસ બદલવા માટે:

તમે http://www.passportindia.gov.in/AppOnlineProject/online/downloadEFormStatic આ લિંક પર જઇને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. 

પછી તમારે આ ફોર્મમાં બધી ઇન્ફર્મેશન ભરવી પડશે. ફોર્મ સબમિટ કરતાં પહેલા તમારે સાવધ રહેવું પડશે.
 
જ્યારે તમને લાગે કે તમામ ઇન્ફર્મેશન બરાબર છે તો પછી જ ફોર્મ સબમિટ કરવું.

પાસપોર્ટમાં એડ્રેસ ચેન્જ અંગે થતા ખર્ચ અંગે:

18 કે તેથી વધુ વયના અરજીકર્તાને 36 પેજના 10 વર્ષની વેલિડિટીવાળા પાસપોર્ટમાં એડ્રેસ ચેન્જ કરાવવાનો ખર્ચ 1500 રૂપિયા થશે, જ્યારે તત્કાલમાં 3500 રૂપિયા ચાર્જ થશે.  

18 કે તેથી વધુ વયના અરજીકર્તાને 60 પેજના 10 વર્ષની વેલિડિટીવાળા પાસપોર્ટમાં એડ્રેસ ચેન્જ કરાવવાનો ખર્ચ 2000 રૂપિયા થશે, જ્યારે તત્કાલમાં 4000 રૂપિયા ચાર્જ થશે.  

15થી 18 વર્ષના એપ્લિકન્ટને પણ પાસપોર્ટના પેજ પ્રમાણે ઉપરોક્ત જણાવ્યાનુસાર ખર્ચ થશે.

 15 વર્ષથી નાના અરજીકર્તાને પાસપોર્ટમાં એડ્રેસ ચેન્જ કરાવવાનો ખર્ચ 1000 રૂપિયા થશે, જ્યારે તત્કાલમાં 3500 રૂપિયા ચાર્જ થશે.  

5 વર્ષની વેલિડિટી ધરાવતા 15 વર્ષથી નાની ઉંમરના એપ્લિકન્ટને એડ્રેસ ચેન્જ માટે 1000 રૂપિયા ખર્ચ થશે જ્યારે તત્કાલ ચાર્જ 3000 રૂપિયા થશે. Recent Story

Popular Story