બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / QR કોડ સ્કેન કરવામાં આ ભૂલ ન કરો, નહીંતર એકાઉન્ટ તળિયા ઝાટક, આટલું ખાસ ધ્યાનમાં રાખજો
Last Updated: 02:28 PM, 19 March 2025
ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ રોજ વધી રહ્યા છે. સાયબર ફ્રોડ દરરોજ નવી ટેકનિકનો ઉપયોગ કરીને યુઝર્સ સાથે અલગ અલગ રીતે સ્કેમ કરી રહ્યા છે. જેમાંથી QR કોડનો ઉપયોગ કરીને થતા કૌભાંડો પણ આમાંથી એક છે. આ ફ્રોડના ભયને ધ્યાનમાં રાખીને CERT-In (ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય) એ તેના સત્તાવાર X એકાઉન્ટ પરથી કેટલીક મહત્વપૂર્ણ સલામતી ટિપ્સ શેર કરી છે.
ADVERTISEMENT
Safety tip : Think before you scan.#indiancert #cyberswachhtakendra #staysafeonline #cybersecurity #besafe #staysafe #mygov #Meity #onlinefraud #cybercrime #scamming #cyberalert #CSK #CyberSecurityAwareness pic.twitter.com/mtJTPIx3ho
— CERT-In (@IndianCERT) March 18, 2025
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય ( CERT-In) દ્વારા આપવામાં આવેલી સલામતી ટિપ્સનું પાલન કરીને તમે QR કોડ દ્વારા છેતરપિંડીથી પોતાને બચાવી શકો છો. CERT-In એ તેના X એકાઉન્ટ પરથી એક પોસ્ટર શેર કર્યું છે જેમાં QR કોડ સ્કેન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોનો ઉલ્લેખ છે.
ADVERTISEMENT
શેર કરાયેલા પોસ્ટરમાં CERT-In એ જણાવ્યું હતું કે સ્કેમર્સ નકલી QR કોડનો ઉપયોગ કરીને યુઝર્સને ખોટી કે નકલી વેબસાઇટ્સ પર રીડાયરેક્ટ કરે છે અથવા તેમને ખોટી એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવાનું કહે છે જેથી તેઓ યુઝર્સના નામ, પાસવર્ડ વગેરે જેવી સંવેદનશીલ માહિતી મેળવી શકે. આ કૌભાંડથી બચવા માટે CERT-In ના આ મુદ્દાઓ ધ્યાનમાં રાખો.
આ પણ વાંચો: કાર લોન ચૂકવાઇ ગઇ? તો આ કામ ભૂલથી પણ ભૂલતા નહીં, નહીંતર હેરાન થઇ જશો!
1930 ડાયલ કરો
સાયબર છેતરપિંડી અંગે ફરિયાદ કરવા માટે તમે CERT-In વેબસાઇટ - www.cybercrime.gov.in ની મુલાકાત લઈ શકો છો. આ સિવાય તમે 1930 પર કૉલ કરીને પણ તમારો રિપોર્ટ નોંધાવી શકો છો. તમને જણાવી દઈએ કે નિયમિત અપડેટ્સ માટે તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર CERT-In ને ફોલો કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.