બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / OnePlus 13 પર આ રીતે મેળવો રૂ. 8000ની છૂટ! ફીચર્સ તો એવાં દમદાર કે જોતા રહી જશો
Last Updated: 10:49 AM, 26 March 2025
નવા ફ્લેગશિપ ડિવાઇસની શોધમાં રહેલા લોકો માટે OnePlus 13 એક બેસ્ટ ઓફર લઈને આવ્યું છે. આ ફોન ઓનલાઈન શોપિંગ એપ ફ્લિપકાર્ટ પર ભારે ડિસ્કાઉન્ટ સાથે અવેલેબલ છે. 69999 રૂપિયામાં લોન્ચ થયેલો આ સ્માર્ટફોન 8000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. QHD+ ડિસ્પ્લે, ટ્રિપલ કેમેરા અને 100W ફાસ્ટ ચાર્જિંગ જેવી સુવિધાઓ તેને ખાસ બનાવે છે. આ ફોન કેમેરા, ડિઝાઇન અને સુવિધાઓમાં બેસ્ટ છે અને ફ્લિપકાર્ટ તેના ગ્રાહકો માટે EMI અને એક્સચેન્જ ઑફર્સ પણ આપી રહ્યું છે. આ સ્માર્ટફોન ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે. જેમાં ટેલિફોટો કેમેરા સેન્સરનો સમાવેશ થાય છે. લાંબી બેટરી લાઈફ અને 100W ફાસ્ટ ચાર્જિંગ તેને આકર્ષક ડીલ બનાવે છે.
ADVERTISEMENT
ફ્લિપકાર્ટ પર OnePlus 13 ની કિંમત
OnePlus 13 હાલમાં 64814 રૂપિયામાં ઉપલબ્ધ છે એટલે કે તેના પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. તે જ સમયે એક્સિસ બેંક ફ્લિપકાર્ટ ક્રેડિટ કાર્ડ સાથે 5% વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જે કિંમત ઘટાડીને 61600 રૂપિયા કરે છે. ગ્રાહકો EMI ઓપ્શન પણ સિલેકટ કરી શકે છે. જે દર મહિને 2279 રૂપિયાથી શરૂ થાય છે. તમારા જૂના ફોનને તમે એક્સ્ચેન્જ કરાવીને પણ કિંમત ઘટાડી શકો છો. ગ્રાહકો તેમના ફોન માટે એડ-ઓન્સનો પણ લાભ લઈ શકે છે જેમ કે 3799 માં OneAssist નું સંપૂર્ણ મોબાઇલ પ્રોટેક્શન અને 999 રૂપિયામાં વોરંટી.
ADVERTISEMENT
વધુ વાંચો: યોજાશે Appleની મોટી ઇવેન્ટ, આ તારીખથી શરૂ થશે WWDC 2025, થશે iOS 19 સહિત અનેક મોટા એલાન
OnePlus 13 ના સ્પેસિફિકેશન
OnePlus 13 માં 6.82-ઇંચ QHD+ LTPO 3K ડિસ્પ્લે છે જેમાં ડાયનેમિક 120Hz રિફ્રેશ રેટ, HDR10+ સપોર્ટ અને 4,500 nits પીક બ્રાઇટનેસ છે. તે સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ દ્વારા સંચાલિત છે. તેમાં 24GB સુધીની LPDDR5X રેમ અને 1TB UFS 4.0 સ્ટોરેજ છે. ફોનમાં 6000mAh બેટરી છે. જે 100W ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે IP68 અને IP69 પ્રમાણપત્ર સાથે ડસ્ટ અને વોટર પ્રૂફ છે. OnePlus 13 માં ત્રણ કેમેરા છે: 50MP Sony LYT 808 પ્રાથમિક સેન્સર, 50MP Sony LYT 600 ટેલિફોટો લેન્સ (3x ઓપ્ટિકલ અને 120x ડિજિટલ ઝૂમ સાથે), અને 50MP અલ્ટ્રા-વાઇડ સેન્સર. ફ્રન્ટ પર 32MP સેલ્ફી કેમેરા પણ છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.