કોઇ પણ જાણી શકશે તમારું LOCATION, બંધ કરી દો આ સેટિંગ

By : juhiparikh 05:34 PM, 08 November 2018 | Updated : 05:34 PM, 08 November 2018
શું તમે જાણો છો કે તમારું લોકેશન તમારા જાણીતા લોકો સિવાય પણ કોઇ પણ ટ્રેક કરી શકે છે. વાસ્તવમાં આ કોઇ બીજું નહી પરંતુ તમારા સ્માર્ટફોનમાં રહેલી એપ્સ અને Google છે. તાજેતરમાં જ આવેલી એક રિપોર્ટ અનુસાર, Google તમારા સ્માર્ટફોનની લોકેશન તમારી મંજૂરી વગર મૉનિટર કરે છે. આ સિવાય ઘણી એપ્સ અને સર્વિસીસ છે, જે તમારા લોકેશનની જાણકારી રાખે છે, એટલે કે એપ્સ અને સર્વિસીસને ખબર હોય છે તમે ક્યાં છો અને કેટલા વખતથી તે જગ્યા પર સમય વીતાવી રહ્યા છો. એવામાં આજે અમે તમને કેટલાક સ્ટેપ્સ જણાવીશું જેની મદદથી તમે સ્માર્ટફોનમાં રહેલી કોઇ પણ એપ તથા સર્વિસ તમારી લોકેશન વિશે નહી જાણી શકે....

લોકેશન સેટિંગ્સને આ રીતે કરો બંધ:

- તમારા સ્માર્ટફોનની Settingsમાં જાઓ. 

- ત્યાં તમને Locationનો ઑપ્શન દેખાશે, જેના પર ટેપ કરો.

- અહીંયા તમને એપ્સ અને સર્વિસીસ જોઇ શકશો, જે તમારા સ્માર્ટફોનના લોકેશનનો ઉપયોગ કરે છે. 

- જો તમે આ એપ્સ અને સર્વિસીસની સાથે તમારું લોકેશન શૅર નથી કરવા ઇચ્છતા તો તમે OFF કરી દો.

એપ્સની લોકેશન આ રીતે કરો બંધ:

- તમારા સ્માર્ટફોનની Settingsમાં જાઓ. 

- જ્યાં તમને Appsનો ઑપ્શન દેખાશે, જેના પર ટેપ કરો.

- અહીંયા તમને ફોનમાં ઇન્સ્ટૉલ કરેલી તમામ એપ્સ દેખાશે, જેમાંથી તમે કોઇ પણ એપ પર ટેપ કરી શકો છો. 

- અમે Chrome એપ પર ટેપ કર્યુ, જ્યાં Permission ઑપ્શન દેખાશે, જેના પર ટેપ કરો. 

- જ્યાં તમને Locationનો ઑપ્શન દેખાશે.

- જો તમે નથી ઇચ્છતા કે આ એપ તમારા ફોનની લોકેશનનો ઉપયોગ કરે, તો તમે ટેપ કરીને Deny બટન દબાવો. તમે આ રીતે ફોનની કોઇ પણ એપની Location પરિમશનને ડિનાઇ કરી શકો છો, જેથી એપ નહીં જાણી શકે કે તમે ક્યાં છો. 

Note: જો તમે નથી ઇચ્છતા કે તમારા Locationની જાણકારી કોઇ પણ થર્ડ પાર્ટી અથવા તો Googleને ખબર પડે તો Location Settings જરૂરથી બંધ કરો.Recent Story

Popular Story