બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:26 PM, 25 March 2025
હાલમાં કરોડો લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરે છે અને તેમનો મોટાભાગનો સમય આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિતાવે છે. હાલમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અનેક જગ્યાએ બંને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ડાઉન હોવાની ફરિયાદો મળી રહી છે. સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન છે.
ADVERTISEMENT
Facebook Instagram Down in many parts of the world
— India Matters with Rohit Sharma (@indiajourno) March 25, 2025
વપરાશકર્તાઓને ફીડ્સ અપડેટ કરવામાં, પોસ્ટ કરવામાં, કોમેન્ટ્સ વાંચવામાં અને લોગ ઇન કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ઘણા યુઝર્સે X પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે. યુઝર્સે લખ્યું છે કે તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેમનું ફીડ અપડેટ થઈ રહ્યું નથી.
ADVERTISEMENT
Facebook Instagram Down again pic.twitter.com/HmXNANQ8XS
— XCineStudio (@XCineStudio) March 25, 2025
Is Instagram down?: Reports of issues with comments grow Tuesday
— Sara (@SMCADMAN) March 25, 2025
Users also reported issues with Facebook's website and app, according the website Downdetectorhttps://t.co/Z3goVUjwts
Facebook down, insta down, whatsapp chats malfunctioning, Claude down… Test 1 2 3, is X up? @grok ?
— Kanit Mann (@mannkanit) March 25, 2025
So is Facebook & Instagram ( which I don't have IG yet ) down for everyone or is it just me?
— Lisa Reynolds (@LiLiReynolds) March 25, 2025
ઇન્સ્ટાગ્રામ યુઝર્સે કહ્યું કે તેમની સ્ટોરીઓ અને પોસ્ટ પર કોમેન્ટ્સ દેખાય છે, પરંતુ તેઓ તેને ખોલી શકતા નથી. ઘણા લોકોએ એવી પણ ફરિયાદ કરી હતી કે જ્યારે તેઓ કોઈ કોમેન્ટ્સ પોસ્ટ કરે છે, ત્યારે તે ગાયબ થઈ જાય છે. આના છ દિવસ પહેલા એટલે કે 19 માર્ચે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમાન સમસ્યા આવી હતી.
વધુ વાંચો : Smartphone: મોબાઈલ લેવો છે પણ સસ્તો અને સારો? 15 હજારની અંદર 5 બેસ્ટ ઑપ્શન્સ
ઘણા યુઝર્સે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની નિરાશા વ્યક્ત કરી. આ બતાવે છે કે આ આઉટેજ કેટલો વ્યાપક છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ડાઉન થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સેવાઓ ક્યારે ફરી સારી રીતે શરૂ થશે તે પણ સ્પષ્ટ નથી. મેટાએ હજુ સુધી આ આઉટેજ પર કોઈ કોમેન્ટ કે નિવેદન આપ્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.