બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 5 મિનિટના ચાર્જિંગમાં 400 કિમીની રેન્જ! Teslaથી ત્રણ ગણું ફાસ્ટ ચાર્જિંગ આપે છે BYDનું આ સુપરચાર્જર
Last Updated: 09:50 AM, 19 March 2025
જે લોકો કાર ખરીદીવાનું વિચારી રહ્યા છો , તો તમારા માટે સૌથી મોટો પ્રશ્ન હશે કે ડ્રાઇવિંગ રેન્જ કાર લેવી કે પછી ઇલેક્ટ્રિક કાર લેવી. સામાન્ય રીતે મોટાભાગના લોકો આ બાબતે મૂંઝવણમાં રહે છે. પરંતુ હવે તમારા આ પ્રશ્નનો ઉકેલ ચીનના કાર ઉત્પાદક બિલ્ડ યોર ડ્રીમે લાવી દીધો છે. કંપનીને આ દિશામાં મોટી સફળતા મળી છે, અને આ સમસ્યાના ઉકેલ માટે કંપનીએ વિશ્વ સમક્ષ એક ખૂબ જ અનોખી ટેકનોલોજી રજૂ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ચીની ઓટો કંપની BYD એ એક અનોખી ચાર્જિંગ ટેકનોલોજી રજૂ કરી છે, જે ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગને ખૂબ જ ઝડપથી પૂરું કરે છે. આ નવી ટેકનોલોજી “સુપર ઇ-પ્લેટફોર્મ” તરીકે ઓળખાય છે. BYD દાવા કરે છે કે આ ટેકનોલોજીથી ઈલેક્ટ્રિક કારની બેટરી માત્ર 5 મિનિટમાં સંપૂર્ણ રીતે ચાર્જ થઈ શકે છે, અને આથી કાર 250 માઇલ (લગભગ 400 કિમી) સુધી જવાની ક્ષમતા મેળવી શકે છે. આ એક મોટી સિદ્ધિ છે, જે ઈલેક્ટ્રિક વાહન ઉદ્યોગને સંપૂર્ણ રીતે બદલાવી શકે છે.
BYD ના નવા સુપર ચાર્જિંગ પલેટફોર્મમાં 1,000 વોલ્ટની ઝડપથી ચાર્જિંગ કરવામાં આવે છે. આનું મહત્વ એ છે કે, આ ટેકનોલોજી 1,000 કિલોવોટ (1 મેગાવોટ) સુધી ચાર્જિંગ કરંટ આપે છે, જે ટેસ્લાના સુપરચાર્જર કરતા ત્રણ ગણું ઝડપી છે. ટેસ્લાના V4 સુપરચાર્જર 500 કિલોવોટ પર કાર્ય કરે છે અને 15 મિનિટમાં માત્ર 171 માઇલ (275 કિમી) ની રેંજ આપે છે. જ્યારે BYD એ 5 મિનિટમાં 250 માઇલની રેન્જ પૂરી કરવાનો દાવો કર્યો છે.
BYD launched their Super e-Platform, featuring flash-charging batteries, a 30,000 RPM motor, and new silicon carbide (SiC) power chips, on March 17, 2025. The platform upgrades the core electric components, achieving a charging power of 1000 kW, making it the fastest for… pic.twitter.com/8cBBSvp2cI
— In Zhejiang (@InZhejiang) March 18, 2025
આ ટેકનોલોજી કેટલીક સંભાવનાઓ સાથે પણ આવી છે. BYD ની સુપરચાર્જિંગ ટેકનોલોજી ખૂબ જ ઊંચા વોલ્ટેજ પર બેટરીને ચાર્જ કરે છે, જે કેટલીક બેટરીઝ માટે ખતરનાક થઈ શકે છે. મોટાભાગની ઇલેક્ટ્રિક કારોમાં નિકલ, મેંગેનીઝ અને કોબાલ્ટ સહિત વિવિધ રસાયણો વપરાય છે. આવા ઊંચા વોલ્ટેજથી બેટરી વધારે ગરમ થઈ શકે છે, જેના પરિણામે થર્મલ રનએવે (આગ) અથવા બેટરીના નુકસાનનો ખતરો રહે છે.
BYD એ ખાસ રીતે પોતાની બ્લેડ બેટરી ટેકનોલોજી વિકસાવી છે, જે ખાસ કરીને આ નવી "સુપર ઇ-પ્લેટફોર્મ" માટે તૈયાર કરવામાં આવી છે. આ બેટરીની ડિઝાઇન અન્ય બેટરીઝ કરતા વધુ સારી છે. આ ટેકનોલોજી તેમને બેટરી, ચિપ્સ અને પાવર ઇલેક્ટ્રોનિક્સ પર સંપૂર્ણ કન્ટ્રોલ રાખવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : ગરમીની સિઝનમાં વધી જાય છે ચિકનગુનિયાની બીમારી, બચવા અપનાવો આ ઉપાય, જાણો લક્ષણ
BYD એ આ નવી ટેકનોલોજી પોતાના બે પ્રીમિયમ મોડલ્સ, હાન એલ સેડાન અને ટેંગ એલ SUVમાં રજૂ કરી છે. આ કારની કિંમતો 270,000 યૂઆન (30 લાખ રૂપિયા) અને 280,000 યૂઆન (33.5 લાખ રૂપિયા) છે. આ બંને કારમાં એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) અને LiDAR સેન્સર જેવી લક્ઝરી સુવિધાઓ આપવામાં આવી છે, જે સ્પોર્ટ્સ કાર સાથે સ્પર્ધા કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.