બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / એપલ લાવી રહ્યું છે આ કમાલનું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
Last Updated: 09:23 AM, 15 March 2025
એપલના AirPods વિશ્વમાં સૌથી વધુ વેચાતા વાયરલેસ ઇયરબડ્સમાંના એક છે. એવામાં ટેક જાયન્ટ તેના AirPodsમાં સતત નવા ફીચર્સ એડ કરીને તેના વધારે સારા બનાવતી રહે છે. હવે એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એપલ એક એવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે જે AirPods યૂઝર્સને રૂબરૂ વાતચીત દરમિયાન ભાષાનું લાઇવ ટ્રાન્સલેશન કરવાની સુવિધા આપી શકે છે.
ADVERTISEMENT
તાજેતરના એક અહેવાલ મુજબ, Apple જલ્દી જ એક સોફ્ટવેર અપડેટ દ્વારા AirPods માં લાઇવ ટ્રાન્સલેશન ફીચર એડ કરી શકે છે. આ ફીચર iOS 19 સાથે પણ લિંક હોઈ શકે છે, જે આગામી WWDC 2025 માં રજૂ થવાની અપેક્ષા છે. ચાલો સમજીએ કે આ લાઇવ ટ્રાન્સલેશન ફીચર કેવી રીતે કામ કરશે.
ADVERTISEMENT
કેવી રીતે કામ કરશે આ જબરદસ્ત ફીચર
આ ફીચર AirPods માં ગૂગલ Pixel Buds ની જેમ કામ કરશે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ એપ ટ્રાન્સલેટર એપ દ્વારા કામ કરશે અને એક ઈશારાથી આ ફીચરને ઓન કરી શકાશે. આનાથી યુઝર્સને વધુ સારો અનુભવ મળશે, જે Star Trek જેવી રિયલ-ટાઇમ ટ્રાન્સલેશન સિસ્ટમની જેમ કામ કરશે.
Apple is reportedly working on a software update for AirPods that will enable in-person live translation, relying on the Translate app on the iPhone. This feature, similar to Google’s Pixel Buds, will allow for seamless conversations between speakers of different languages. The… pic.twitter.com/afUuSFICWG
— Marius Fanu (@mariusfanu) March 14, 2025
ઉદાહરણ તરીકે, જો તમે અંગ્રેજીમાં બોલો છો અને તમારી સામેની વ્યક્તિ હિન્દીમાં વાત કરે છે, તો AirPods તેના હિન્દી શબ્દોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરશે અને તમારા કાન સુધી પહોંચાડશે. તેવી જ રીતે, તે તમારા અંગ્રેજી શબ્દોનું હિન્દીમાં ટ્રાન્સલેશન કરશે, જેનાથી વાતચીત કરવી વધુ સરળ બની જશે.
આ પણ વાંચો: એવાં ફોન, જે આવશે વૉટરપ્રૂફ ફિચર્સ સાથે, કિંમત પણ તમને પોસાય તેવી
શું AirPods કેમેરા મળશે?
એટલું જ નહીં, તાજેતરના અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે Apple 3rd GENના AirPods Pro અને એક અલગ મોડેલ પર કામ કરી રહ્યું છે, જેમાં બિલ્ટ-ઇન કેમેરા જોવા મળી શકે છે. આ કેમેરા Apple ઇન્ટેલિજન્સની મદદથી આસપાસના વાતાવરણનું વિશ્લેષણ કરશે અને વધુ સારો યુઝર એક્સપીરીયન્સ આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.