ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ એટલે કે WhatsApp પોતાની એપમાં મોટો બદલાવ કરવા જઇ રહી છે જેના કારણે 'Delete for Everyone' ફિચરમાં અપડેટ કરવામાં આવશે. આ ફિચરમાં યૂઝરે વાતચીત દરમિયાન મોકલેલા મેસેજને ડિલીટ કરી શકશે જે પછી કોઇને નહીં દેખાઇ શકે. આ ફિચરને ગત વર્ષે લોન્ચ કરવામાં આવ્યુ હતુ અને મેસેજ ડિલીટ કર્યાની સ્ક્રીન ટાઇમ 7 મિનિટની હતી પરંતુ જે પછી તેની સીમા વધારીને 1 કલાક 18 મિનિટ અને 16 સેકન્ડની કરી દીધી.
રિપોર્ટ્સ અનુસાર હવે WhatsApp 'Delete for Everyone'ફિચરમાં અપડેટ થવા જઇ રહી છે. તેમાં મેસેજ રિસીવરને આપવામાં આવેલા સમય 13 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડની અંદર ડિલીટ રિકવેસ્ટ નથી મળતી તો તેના પછી મેસેજ ડિલીટ નહી થઇ શકે.
માની લો કે WhatsApp ચેટ દરમિયાન જો તમે તમે કોઇને મેસેજ મોકલ્યો છે અને પછી તમે તે મેસેજને ડિલીટ કરવા ઇચ્છો છો અને તે દરમિયાન જો તે વ્યકિતને નિર્ધારિત સમયની અંદર WhatsApp પર ડિલીટ રિકવેસ્ટ નથી મળતી તો પછી 'Delete for Everyone' ફિચર પર ક્લિક કરવા છતાં તે મેસેજ ડિલીટ નહી થઇ શકે.
જોકે આ ફિચર ક્યારે રોલ આઉટ કરવામાં આવશે તે વિશે કોઇ જાણકારી મળી નથી. પરંતુ હાલમાં WhatsAppમાં જે બદલાવ જોવા મળી રહ્યા છે તે પછી લાગી રહ્યુ છે કે ફિચર આગામી થોડા દિવસમાં લોન્ચ કરી દેવામાં આવશે.