બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા સ્માર્ટ ફોનની પણ હોય છે એક્સપાયરી ડેટ! જાણો ક્યાથી અને કેવી રીતે ચેક કરવી
Last Updated: 02:32 PM, 16 July 2024
કોઈ ખાવાની વસ્તુ હોય કે દવા હોય, કે કોઈ અન્ય સામાન, જયારે પણ આપણે ખરીદીએ છીએ તો તેની પર તેની એક્સપાયરી ડેટ પણ ચેક કરીએ છીએ અને પછી જ વસ્તુ ખરીદીએ છીએ. કારણ કે એક્સપાયર થયા પછી સામાન ખરાબ થઈ જાય છે અને આપણા કામનો નથી રહેતો. એવી જ રીતે ફોનની પણ એક્સપાયરી ડેટ હોય છે. ફોનની એક્સપાયરી ડેટ પસાર થઈ ગયા પછી એ ફોનનો ઉપયોગ કરવો સુરક્ષિત રહેતો નથી. એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોય કે એપલનો આઈફોન, ફોન બનાવતી કંપની બધાની એક્સપાયરી ડેટ રાખે છે. જો કે, કોઈ કંપની સત્તાવાર રીતે એ નથી જણાવતી કે તે ફોનની એક્સપાયરી ડેટ શું હશે? એટલું જ નહીં, કંપની ફોનના બોક્સ પર માત્ર મેન્યુફેક્ચરિંગ ડેટ જ લખે છે. બોક્સ પર એક્સપાયરી ડેટનો કોઈ ઉલ્લેખ હોતો નથી. ત્યારે હવે એવો સવાલ થતો હશે કે તો પછી ફોનની એક્સપાયરી ડેટ કેવી રીતે જાણવી?
ADVERTISEMENT
શું હોય છે ફોનની એક્સપાયરી ડેટ?
જ્યારે પણ કોઈ કંપની પોતાનો સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરે છે, ત્યારે તે ફોન માટે સિક્યોરિટી અને ઑપરેટિંગ સિસ્ટમ અપડેટ કેટલા સમય માટે ઉપલબ્ધ રહેશે તેની પણ જાહેરાત કરે છે. સામાન્ય રીતે, એન્ડ્રોઇડ સ્માર્ટફોન બનાવતી કંપનીઓ તેમના ફોનમાં 2 વર્ષ માટે ઓપરેટિંગ સિસ્ટમ અને 3 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ ઓફર કરે છે. જો કે, સેમસંગ, વનપ્લસ જેવી કેટલીક બ્રાન્ડ્સ તેમના પ્રીમિયમ ફોન પર 7 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ ઓફર કરે છે. Apple શરૂઆતથી જ તેના iPhone પર 7 વર્ષની સિક્યોરિટી અપડેટ્સ ઓફર કરે છે.
ADVERTISEMENT
સિક્યોરિટી અને સોફ્ટવેર અપડેટ્સનો અર્થ એ છે કે જ્યાં સુધી આ બંને વસ્તુઓ તે સ્માર્ટફોન માટે ઉપલબ્ધ છે ત્યાં સુધી ફોનનો ઉપયોગ સુરક્ષિત છે. આ પછી તેનો ઉપયોગ કરવાથી સ્માર્ટફોનમાંથી ડેટા ચોરી થવાની સંભાવના વધી જાય છે. જો ફોનમાં કોઈ અપડેટ નથી આવતી તો ફોન જૂના સોફ્ટવેર પર જ કામ કરે છે અને તેમાં કોઈ ફીચર અપગ્રેડ થતું નહીં. જેથી એપ્સ માટે પણ કમ્પેટીબલ હોવું મુશ્કેલ બની જાય છે.
આ પણ વાંચો: તમારા ફોનમાં સ્ક્રીનગાર્ડ લગાવ્યું છે? તો સાવધાન, આટલું રાખજો ખાસ ધ્યાન, નહીંતર થશે નુકસાન
બોક્સ પર લખ્યો હોય છે સિક્રેટ કોડ
સ્માર્ટફોનના બોક્સ પર મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલી હોય છે. કોઈપણ ફોનના મેન્યુફેક્ચરિંગ ડેટથી તેના સિક્યોરિટી અપડેટનું વર્ષ ગણવામાં આવશે. ઉદાહરણ તરીકે, iPhone 13 2021 માં લોન્ચ કરવામાં આવ્યો છે. આ કિસ્સામાં, ફોનની મેન્યુફેક્ચરિંગ તારીખ 2021 તરીકે દર્શાવવામાં આવશે. જો તમે 2024 માં આ iPhone ખરીદી રહ્યા છો, તો તમને 3 વર્ષની સિક્યોરિટી અપડેટનું નુકસાન થઈ જશે. એના પર ફોનની એક્સપાયરી ડેટ 2028માં હશે, એટલે કે તમે 2028 સુધી જ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો.
જો કે, કોઈપણ કંપનીએ તેની એક્સપાયરી ડેટનો ઉલ્લેખ તો તેની વેબસાઈટ પર કે ફોન બોક્સ પર ન કર્યો હોય, તો યુઝર્સ જે ફોન ખરીદવા માંગે છે, એ તેના લોન્ચના વર્ષમાં જ ખરીદે તો તે ફાયદાકારક રહેશે. જેમ જેમ ફોન જૂનો થશે તેમ તેની કિંમત ચોક્કસપણે ઘટી પણ જશે. આ ઉપરાંત ફોનનો ઉપયોગ કરવાનો સમયગાળો પણ ઘટતો રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.