બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારો ફોન કેટલું રેડિયેશન ફેલાવે છે, સેફ ખરો? આવી રીતે કરો ચેક
Last Updated: 11:35 PM, 7 September 2024
વર્તમાન સમયમાં મોબાઈલ એક જીવન જરૂરી ચીજ બન્યો છે. જો મોબાઈલ ન હોય તો ઘણા કામ અટકી જાય છે, પછી ભલે બિલ ભરવાનું હોય કે કોઈને પેમેન્ટ કરવાનું કે પછી વોટ્સએપ પર કોઈની સાથે વાતો કરવી. નાનામાં નાનું કામ પણ મોબાઈલથી સરળતાથી થાય છે. પરંતુ આખો દિવસ ફોનથી જોડાયેલું રહેવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
ADVERTISEMENT
ઘણા લોકોને ખબર હશે કે સ્માર્ટફોનથી નુકસાન પણ થાય છે. પરંતુ તેની જાણ નહીં હોય કે ફનથી રેડિયેશન પણ નીકળે છે. ફોનના રિટેલ બોક્સ પર પણ આ માહિતી હોય છે પરંતુ કોઈ તેને વાંચવું જરૂરી નથી સમજતા.
ADVERTISEMENT
એક બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમે જે ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તેમાંથી લિમિટ કરતાં વધારે તો રેડિયેશન તો નથી નીકળતું ને? જો ફોન વધારે રેડિયેશન છોડતો હોય તો તરત બદલવો જોઈએ. પરંતુ સવાલ એ થાય કે ચેક કેવી રીતે કરવું કે ફોનમાંથી કેટલું રેડિયેશન નીકળે છે. ?
ફોન કેટલું રેડિયેશન ફેલાવે છે?
મોબાઈલથી નીકળતા રેડિયેશનને SAR Value માં માપવામાં આવે છે. SARનું ફૂલ ફોર્મ Specific Absorption Rate છે. ફોન બોક્સમાંથી નીકળ્યા બાદ જો તમે રિટેલબોક્સ ફેંકી દીધું હોય તો ચિંતા કરવાની જરૂર નથી અહી જાણવામાં આવ્યું છે કે ફોનમાં એક કોડ નખીને પણ તમે ફોનની SAR Value જાણી શકો છો.
SAR Value Check Code: નોંધી લો
ફોનનું ડાયલ પેડ ઓપન કરો અને પછી *#07# કોડ ડાયલ કરો. આ કોડ ડાયલ કરતાં જ ફોનની સ્ક્રીન પર એક પોપ-અપ આવશે જેમાં ફોનની SAR Value લખેલી હશે.
વધુ વાંચો:ડાયાબિટીસની આડઅસરથી બચી જશો! 7 ટિપ્સથી ગણતરીની સેકન્ડમાં ઘટી જશે શુગર
કેટલી હોવી જોઈએ SAR Value Limit?
ભારતમાં SAR Value માટે લિમિટ નક્કી કરવામાં આવી છે, જેમાં કોઈ પણ સ્થિતિમાં રેડિયેશન લેવલ 1.6 વાત પર કિલોગ્રામથી વધારે ન હોવી જોઈએ. જો તમારા ફોનનું રેડિયેશન લેવલ આ લિમિટ કરતા વધારે હોય તો વહેલી તકે ફોન બદલાવો જોઈએ, નહીતર અમુક સમય પછી સ્વાસ્થ્યને ધ્યાન નુકસાન થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.