બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જૂના ફોનની સ્પીડ ઘટી ગઈ છે? આ ટ્રિક્સ આવી શકે છે કામ, વધી જશે ફોનની સ્પીડ

ટેક ટિપ્સ / જૂના ફોનની સ્પીડ ઘટી ગઈ છે? આ ટ્રિક્સ આવી શકે છે કામ, વધી જશે ફોનની સ્પીડ

Last Updated: 05:30 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટ ફોન જેમ-જેમ જૂનો થાય એમ-એમ તેની સ્પીડ ઘટવા લાગે છે. પણ ઘણા લોકો ફોનને બદલતા નથી. ત્યારે આજે જાણો એવી ટ્રિક્સ કે જે જૂના સ્માર્ટ ફોનની સ્પીડ વધારી દેશે અને ફોનને નવા જેવો જ કરી નાંખશે.

ઘણા લોકો એવા હોય છે જેઓ એકવાર મોબાઈલ ખરીદે છે તો ઓછામાં ઓછા 3-4 વર્ષ સુધી તેને બદલતા નથી. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોના લોકો લાંબા સમય સુધી એક જ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણી વાર ફોન જૂનો થઈ જાય ત્યારે તેનું પરફોર્મન્સ પણ ધીમું થવા લાગે છે અને તેને વાપરવામાં સમસ્યા આવે છે. આવી જ સમસ્યાઓથી બચવા માટે અમે એવી 5 ટ્રિક્સ જણાવી છે જે તમારા જૂના ફોનની સ્પીડને વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

જૂના ફોનની સ્પીડ વધારવાની ટ્રિક્સ

ફેક્ટરી રીસેટ - ફેક્ટરી રીસેટ સ્માર્ટફોનની સ્પીડ વધારવા અને ફરીથી નવા જેવો બનાવવાની શ્રેષ્ઠ રીત છે. આ વિકલ્પ અપનાવ્યા બાદ તમારો મોબાઈલ ફોન ન વપરાયેલ નવા ડિવાઈસ જેવો થઈ જશે. ફોનની પ્રોસેસિંગ સ્પીડ વધી જશે અને એપ્સ ખોલવાથી લઈને ટચ રિસ્પોન્સ સુધીનું બધું જ મસ્ત થઈ જશે. જણાવી દઈએ કે સ્માર્ટફોનને રીસેટ કર્યા બાદ ફોનની જૂની ફાઈલો ડિલીટ થઈ જશે, જેથી સ્માર્ટફોનને રીસેટ કરતા પહેલા મોબાઈલ ફોનનો ડેટા બેકઅપ લેવો પણ જરૂરી છે. ફોનનો બેકઅપ સ્માર્ટફોનમાં જ ઇન્સ્ટોલ કરેલા માઇક્રોએસડી કાર્ડમાં અથવા ગૂગલમાં સ્ટોર કરી શકાય છે, જે ફોન ફેક્ટરી રીસેટ થયા પછી રીકવર કરી શકાય છે.

phone 2

એન્ડ્રોઇડ અપડેટ - એન્ડ્રોઇડ સ્માર્ટફોન ગૂગલ દ્વારા બનાવેલ Android OS પર ચાલે છે. દર વર્ષે કંપની તેની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લાવે છે જેમાં ઘણી નવી અપડેટ્સ આવે છે. એન્ડ્રોઈડ ઓએસના દરેક અપડેટેડ વર્ઝનમાં નવા ફીચર્સની સાથે અનેક પ્રકારના બગ્સ પણ દૂર થાય છે, એપ્સ, વેબસાઇટ્સ, ગેમ્સ, ઓનલાઈન એક્ટિવિટીથી સ્માર્ટફોનમાં ઘણા પ્રકારના બગ્સ આવે છે જે ફોનની પ્રોસેસિંગ સ્પીડ ઘટાડી નાખે છે. જેથી ફોનને લેટેસ્ટ એન્ડ્રોઇડ અપડેટ સાથે અપડેટ કરતા રહેશે તો ફોનની સ્પીડ વધી જશે.

RAM મેમરી - જો કે હવે 6GB રેમ અને 8GB રેમવાળા સ્માર્ટફોન માર્કેટમાં આવવા લાગ્યા છે, પરંતુ જો તમારો મોબાઈલ જૂનો છે તો તેમાં 2GB રેમ અથવા 3GB રેમ હોઈ શકે છે. જ્યારે પણ મોબાઈલ ફોનમાં કોઈપણ એપ્લીકેશન ઈન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે તે ફોનની ઈન્ટરનલ મેમરીમાં સ્ટોર થાય છે. તે એપની નવી ફાઈલો માત્ર RAMમાં જ જ બને છે. ફોનમાં એપ્સ કે ગેમ્સ ઈન્સ્ટોલ કર્યા પછી જેમ જેમ તમે તેનો ઉપયોગ કરો છો તેમ તેમ તેની ફાઈલની સાઈઝ પણ વધતી જાય છે, ફોનની પ્રોસેસિંગ ધીમી થવા લાગે છે. ત્યારે ફોનમાં વધારે જરૂરી એપ્સ જ રાખો અને સ્માર્ટફોનમાંથી બિનજરૂરી એપ્સ વગેરે ડિલીટ કરો. રેમ જેટલી ફ્રી હશે, ફોન એટલો જ સ્મૂધ કામ કરશે.

smart-phone-1

ફોન સ્ટોરેજ - ફોનનો સ્ટોરેજ ભરાઈ જવાથી પણ ડિવાઇસની પ્રોસેસિંગ ધીમી થઈ જાય છે. માહિતી અનુસાર, જો સ્માર્ટફોનનો સ્ટોરેજ 90 ટકા ભરાઈ જાય છે અને 10 ટકાથી ઓછો ખાલી રહે છે, તો તે તમારા મોબાઇલ ફોનમાં સમસ્યાઓ થવા લાગે છે. શરૂઆતમાં નથી ખબર પડતી પણ જેમ જેમ ફ્રી સ્ટોરેજ સ્પેસ ઘટે છે તેમ તેમ તમારો સ્માર્ટફોન વધુ ધીમો થઈ જાય છે. એટલે સમયાંતરે ફોનના સ્ટોરેજને ચેક કરતા રહેવું અને મોબાઈલમાંથી બિનજરૂરી ફોટો અને વીડિયો ડિલીટ કરવા જરૂરી છે. ફોનમાં સેવ કરેલા ફોટોને ગૂગલ પર અથવા પેન ડ્રાઇવ કે લેપટોપમાં સેવ કરીને ફોનની સ્ટોરેજ સ્પેસને ફ્રી કરી શકો છો.

વધુ વાંચો: મોબાઈલ ચોરાય જાય તો પણ તમારો ડેટા રહેશે સુરક્ષિત, ફટાફટ કરી લો આ સેટિંગ

લાઇટ એન્ડ્રોઇડ એપ્સનો ઉપયોગ - જૂના મોબાઈલ ફોન માટે લાઈટ એન્ડ્રોઈડ એપ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એપ્સ ફોનમાં ઓછી સ્ટોરેજ રોકે છે અને ઈન્ટરનેટનો વપરાશ પણ ઓછો કરે છે. આ એપ્સનો ઉપયોગ કરવાથી ફોનના પ્રોસેસર અને બેટરી પર પણ વધુ લોડ નથી પડતો. રસપ્રદ વાત એ છે કે આ લાઇટ એન્ડ્રોઇડ એપ્સ પણ તેમના ફૂલ વર્ઝન કરતાં ઘણી ઝડપી હોય છે. એટલે જૂના સ્માર્ટફોનમાં આ લાઇટ એપ્સનો ઉપયોગ કરવો સમજદારી રહેશે. આ લાઇટ એન્ડ્રોઇડ એપ્સ ઓછી રેમ અને જૂના પ્રોસેસર પર પણ સરળતાથી કામ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Tech Tips Phone Storage Smart Phone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ