બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Smartphone: મોબાઈલ લેવો છે પણ સસ્તો અને સારો? 15 હજારની અંદર 5 બેસ્ટ ઑપ્શન્સ
Last Updated: 06:49 PM, 25 March 2025
અત્યારે સ્માર્ટફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે. જો તમે અત્યારે નવો સ્માર્ટફોન ખરીદવા માંગતા હોવ પરંતુ તમારું બજેટ ઓછું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મોટોરોલા સહિત ઘણી કંપનીઓ બજેટ સેગમેન્ટમાં ઘણા સ્માર્ટફોન ઓફર કરી રહ્યા છે. આજે અમે તમારા માટે 15,000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોનનું લિસ્ટ લાવ્યા છીએ જેમાં શક્તિશાળી બેટરી અને શાનદાર ફીચર્સ સામેલ છે. ચાલો જાણીએ તે સ્માર્ટફોન વિશે.
ADVERTISEMENT
Vivoના આ ફોનમાં 6.72 ઇંચની ફુલ HD+ 120Hz ડિસ્પ્લે છે. તેના રિયરમાં 50MP + 2MP ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. તેના ફ્રન્ટના ભાગમાં 8MPનો કેમેરા છે. તે મીડિયાટેક ડાયમેન્સિટી 300 5G પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 6500 mAh ની પાવરફૂલ બેટરી આવેલી હોય છે. તેનું 8GB+128GB વેરિઅન્ટ ડિસ્કાઉન્ટ બાદ ફ્લિપકાર્ટ પરથી 14,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
ADVERTISEMENT
આ ફોનમાં 6.67 ઇંચની HD LCD ડિસ્પ્લે આવે છે. તે 6GB+128GB અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં મળે છે. તેનું સ્ટોરેજ 1TB સુધી વધારી શકાય છે. જો તેના કેમેરા વિશે વાત કરવી હોય તેના રિયરમાં 32MP + 2MP ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MP કેમેરા આવેલ છે. OPPO K12x 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર અને 5100 mAh બેટરી આવેલી છે. તે ફ્લિપકાર્ટ પર 12,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.
Motorola પણ આ સેગમેન્ટમાં શાનદાર સ્માર્ટફોન પણ ઓફર કરે છે. Motorola g45 5G માં 6.5-ઇંચ HD+ 120Hz IPS LCD ડિસ્પ્લે આવે છે. તે 4GB અને 8GB RAM વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને તેની સ્ટોરેજ 1TB સુધી વધારી શકાય છે. આ ફોનમાં 50MP + 2MP ડ્યુઅલ કેમેરા સેટઅપ અને ફ્રન્ટમાં 16MP લેન્સ આવેલા છે. આ ફોન સ્નેપડ્રેગન 6s Gen 3 પ્રોસેસર સાથે આવે છે અને તેમાં 5000 mAh બેટરી હોય છે. ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 11,999 રૂપિયા થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.