બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે મોબાઈલમાં સરળતાથી કરી શકશો વીડિયો એડિટિંગ, Metaએ લોન્ચ કરી Edits એપ
Last Updated: 10:24 PM, 23 April 2025
મેટાએ તેની વીડિયો બનાવવાની એપ્લિકેશન Edits લોન્ચ કરી છે. Metaએ આ એપ વિશે ઘણા સમય પહેલા ઘોષણા કરી હતી, પણ તે ડાઉનલોડ માટે ઉપલબ્ધ નહોતી. હવે આ એપ ડાઉનલોડ કરી શકાય છે. આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર ઉપલબ્ધ છે. આ એપ મોબાઇલ ક્રીએટર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ એપના લોન્ચિંગ વિશે કંપનીએ મેટાની સત્તાવાર ચેનલો દ્વારા માહિતી આપી છે. આ એપથી એડિટ કરેલા વીડિયો ફક્ત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જ શેર કરી નહીં શકો પણ તમે તેને અન્ય પ્લેટફોર્મ પર પણ શેર કરી શકશો.
ADVERTISEMENT
આ Edits એપ તેના શરુઆતના સ્ટેજમાં છે, તેનો ઉદ્દેશ્ય વીડિયો પ્રોડક્શન પ્રોસેસને સરળ બનાવવાનો છે. આ પ્લેટફોર્મ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે વીડિયો ક્રીએટર્સને એક જ જગ્યાએ બધા જરૂરી ટુલ મળે. આ પ્લેટફોર્મ ઈન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રીએટર્સના સહયોગથી ડેવલોપ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ એપ પર તમે ફક્ત વીડિયોઝને એડિટ નથી કરી શકતા પણ તમારા ઇન્સ્ટાગ્રામ રીલ્સની ઈનસાઈટ પણ ચેક કરી શકો છો. Edits પર વીડિયો એડિટ કરીને તમે તેને સીધા મેટા પ્લેટફોર્મ પર શેર કરી શકો છો. આ પ્લેટફોર્મ પર એડિટ કરાયેલા વીડિયો પર કોઈ વોટરમાર્ક નહીં હોય અને તે ફ્રી પણ હશે.
Edits પર ક્લિપ-લેવલ ટ્રિમિંગ, ચોક્કસ ટાઈમલાઈન ઇન્ટરફેસ, ઓટો-એન્હાન્સમેન્ટ ટૂલ્સ અને ક્રીએટિવ ઈફેક્ટ જેવા ઓપ્શન મળશે. આ એપ પર રીઅલ ટાઇમ ફીડબેક ફીચર ઉપલબ્ધ છે. તેની મદદથી તમે તમારા વીડિયોને સુધારી શકશો. Edits આ વર્ઝનમાં ઘણા ફીચર્સ ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, મેટા ટૂંક સમયમાં તેના માટે નવા અપગ્રેડ રજૂ કરી શકે છે. કોલોબરેશન અને અન્ય AI પાવર્ડ ટૂલ પર Meta કામ કરી રહ્યું છે, જે ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે. તેમાં નવા ફોન્ટ્સ, ટેક્સ્ટ એનિમેશન, ટ્રાન્ઝિશન, ફિલ્ટર્સ અને રોયલ ફ્રી મ્યુઝિક જેવા કસ્ટમાઇઝેશન ઓપ્શન મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.