બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જ નહીં, સ્નેપચેટથી પણ રૂપિયા કમાઓ, જાણો રીત
Last Updated: 03:34 PM, 16 April 2025
આ ડિજિટલ દૌરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ You Tube, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અનેક લોકો માટે આવકનો સ્ત્રોત બની રહ્યું છે. કન્ટેન્ટ ક્રિએટર્સ આ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યા છે. એટલું જ નહીં આજકાલ બાળકો સ્નેપચેટ પર સ્નેપ-સ્નેપ ખૂબ રમી રહ્યા છે. પણ તે તેમાંથી કમાણી નથી કરતા. ખરેખર રીતે તેઓ સ્નેપચેટથી પૈસા કેવી રીતે કમાવવા તે જાણતા નથી. પરંતુ તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની માફક સ્નેપચેટથી પણ પૈસા કમાઈ શકો છો. આ પ્લેટફોર્મ પરથી દરરોજ હજારો રૂપિયા કમાઈ શકાય છે. પરંતુ આના પર પૈસા કમાવવા થોડા મુશ્કેલ છે. તે પહેલાં પૈસા કમાવવાનો રસ્તો શું છે તે જાણવું જરૂરી છે. તે કેવી રીતે કામ કરશે? તેને લગતા દરેક પ્રશ્નનો જવાબ તમને જણાવીશું.
ADVERTISEMENT
ADVERTISEMENT
એ જાણવું જરૂરી છે કે તેમાં પેમેન્ટ અલગ અલગ એંગેજમેન્ટ મેટ્રિક્સ અને ફેક્ટર્સ પર આધારિત હોય છે. તે અન્ય ક્રિએટર્સ સ્પોટલાઇટ પર્ફોમન્સ પર ડિપેન્ડ હોય છે. મતલબ કે તમારા Snaps અન્ય ક્રીએટર્સના Snaps કરતાં બેસ્ટ હોવા જોઈએ. ત્યાર બાદ જ તમે કમાણી કરી શકશો.
જો તમે સ્પોટલાઇટ સબમિશન અથવા સ્નેપ સ્ટારમાંથી સ્નેપ ક્રિસ્ટલ માટે એલિજિબિલ છો તો તમને એક નોટિફિકેશન મળશે. આ સિવાય તમને મારી પ્રોફાઇલમાં પણ માહિતી આપવામાં આવે છે. અહીં તમે ક્રિસ્ટલ હબ ખોલવા માટે માય સ્નેપ ક્રિસ્ટલ્સ ઓપ્શન પર ક્લિક કરી શકો છો. પેમેન્ટ માટે Community Guidelines, Spotlight Guidelines, Terms of Service સહિત સ્પોટલાઇટ શરતોનું પાલન કરવું પડશે.
જો તમે સ્પોટલાઇટમાંથી કોઈપણ Snaps કાઢી નાખો છો તો તમે એલિજિબલ નથી. મતલબ કે જો તમે Snap ડિલીટ કરો છો, તો તમને કોઈ પેમેન્ટ કરવામાં નહીં આવે. તમે આ માટે ક્લેમ પણ નથી કરી શકતા. સ્નેપચેટર્સ એક સ્નેપ સબમિટ કર્યા બાદ 28 દિવસ સુધી અનેક રિવોર્ડ મેળવી શકે છે, અને જ્યાં સુધી તમારું સબમિશન લાઇવ રહેશે ત્યાં સુધી તે ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.