બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / એપલ લવરની આતૂરતાનો અંત! iPhone 16ની ડમી ડિઝાઇન વાયરલ, પાંચ કલરમાં લોન્ચની તૈયારી

ટેક / એપલ લવરની આતૂરતાનો અંત! iPhone 16ની ડમી ડિઝાઇન વાયરલ, પાંચ કલરમાં લોન્ચની તૈયારી

Last Updated: 02:56 PM, 2 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Apple આગામી કેટલાક મહિનામાં તેના નવા iPhones લોન્ચ કરવા જઈ રહી છે. કંપની દર વર્ષની જેમ સપ્ટેમ્બરમાં iPhone 16 લાઇન-અપ લોન્ચ કરી શકે છે. લોન્ચ પહેલા iPhone 16ના એક ડમી લીક થયા છે, જેમાં ફોનની ડિઝાઈન વિશે જાણકારી સામે આવી છે. આ ફોન પાંચ કલર ઓપ્શનમાં લોન્ચ થઈ શકે છે. ચાલો જાણીએ તેની કિંમત અને અન્ય વિગતો.

iPhone 16 સિરીઝ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. કંપની સપ્ટેમ્બરમાં નવા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ લાઇન-અપમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max જોવા મળશે. આ ફોનના લોન્ચિંગ પહેલા તેની ડમીઓ સામે આવી છે.

તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહી છે. લોકો આઇફોન 16 સિરીઝના ડમી સાથે યુટ્યુબ પર વીડિયો પણ પોસ્ટ કરી રહ્યા છે. જો આ ડમીઓને યોગ્ય માનવામાં આવે તો iPhone 16 સિરીઝની ડિઝાઇનમાં મોટો ફેરફાર જોવા મળશે.

કેવી હશે iPhone 16 ની ડિઝાઇન?

iPhone 16 નો લુક iPhone 15 કરતા એકદમ અલગ હશે. આમાં અમને iPhone 12 જેવું કેમેરા સેટઅપ મળશે, પરંતુ કેમેરા મોડ્યુલ પણ અલગ હશે. સોની ડિક્સને આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. આ ફોન બ્લેક, બ્લૂ, ગ્રીન, પિંક અને વ્હાઈટ કલર્સમાં આવી શકે છે.

આ તમામ કલર્સ iPhone 15 કરતાં વધુ સેચ્યુરેટેડ છે. એનાલિસ્ટ મિંગ-ચી કુઓએ પણ iPhone 16 સંબંધિત આ કલર ઓપ્શન વિશે માહિતી આપી હતી. ગયા વર્ષે લોન્ચ થયેલા iPhone 15 અને iPhone 15 Plus, બ્લેક, બ્લૂ, ગ્રીન, પિંક અંદ યલો કલર્સમાં આવે છે. આ તમામ મેટ ફિનિશમાં આવે છે.

PROMOTIONAL 8

કેમ થયો કેમેરામાં ફેરફાર?

અપકમિંગ iPhone 16માં રીડિઝાઈન કરેલ કેમેરા બમ્પ હશે, જેમાં વર્ટિકલી એલાઈન્ડ લેન્સ હશે. વર્તમાન મોડલ્સમાં ડાયગોનલ કેમેરા અરેન્જમેન્ટ મળે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, નવી કેમેરા અરેન્જમેન્ટ Spatial Video ફીચર માટે છે. આ ફીચર પ્રો મોડલ્સમાં પહેલેથી જ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: તમામ લોકો માટે ફ્રી થયું Google Photosનું AI ફીચર, આ 4 સરળ રીતથી કરો ઉપયોગ

ફોનની પાછળની પેનલ મેટ ફિનિશ સાથે આવી શકે છે. તેની સાથે સ્માર્ટફોનમાં એક અલગ કેપ્ચર બટન પણ આપવામાં આવી શકે છે. iPhone 16 માં 6.1-ઇંચની OLED ડિસ્પ્લે મળી શકે છે. iPhone 16 અને iPhone 16 Plusમાં A18 ચિપસેટ આપી શકાય છે. જ્યારે A18 Pro પ્રોસેસર પ્રો મોડલ્સમાં ઉપલબ્ધ હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Technology iPhone 16
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ