હેકર્સ ફોન હેક કરવા માટે અલગ અલગ રીત અપનાવે છે. અનેક એવા કેસ પણ સામે આવે છે, જ્યારે હેકર્સ આપણાં ફોનમાં ઘુસી જાય છે અને ડિવાઈસ સાથે છેડછાડ કરવા લાગે છે.
ઈન્ટરનેટ સુવિધાની સાથે સાથે સાઈબર ક્રાઈમમાં પણ વધારો.
ફોન હેક થયો તે કેવી રીતે જાણવું?
આ સંકેતથી ખબર પડશે કે તમારો ફોન હેક થયો છે.
ઘરેબેઠા ફોનથી તમામ કામ થઈ જાય છે. બેન્કનું કામ, ટિકીટ બુકિંગ, હોટેલ બુકિંગ તથા અનેક કામ ગણતરીની મિનિટોમાં થઈ જાય છે. જેની સાથે સાથે સાઈબર ક્રાઈમમાં પણ વધારો થઈ રહ્યો છે. હેકર્સ ફોન હેક કરવા માટે અલગ અલગ રીત અપનાવે છે. અનેક એવા કેસ પણ સામે આવે છે, જ્યારે હેકર્સ આપણાં ફોનમાં ઘુસી જાય છે અને ડિવાઈસ સાથે છેડછાડ કરવા લાગે છે. અમે તમને એવા સંકેતો વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેની મદદથી તમને ખબર પડી જશે કે, તમારો ફોન હેકરના હાથમાં આવી ગયો છે.
અજાણી એપ્લિકેશન- તમારા ફોનમાં અજાણી એપ્લિકેશન જોવા મળે, તો તમારે સમજી જવું જોઈએ કે, તમારા ફોન સાથે છેડછાડ થઈ રહી છે. એપ્લિકેશનના લિસ્ટમાં નેટ નૈની, કાસ્પરસ્કી સેફ કિડ્સ, નોર્ટન ફેમિલી શામેલ થવું મુશ્કેલ છે. બેટરી ડિસ્ચાર્જ- જો તમારા ફોનમાં માલવેર સતત કામ કરે છે, તો તમારા ફોનમાં બેટરીનો વધુ ઉપયોગ થઈ શકે છે. તેમ છતાં તમામ બેટરી ખરાબ થઈ જાય છે. આ કારણોસર અચાનકથી બેટરી ડ્રેનની સમસ્યા થાય તો, તે સમસ્યા પર ધ્યાન આપવું જરૂરી છે. જો તમે કોઈ લેટેસ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી હશે, તો પણ બેટરી વધુ વપરાઈ શકે છે. ફોન ગરમ થઈ જવો- જો તમારું ડિવાઈસ ગરમ થઈ રહ્યું છે, તો એ વાતનો સંકેત મળી રહ્યો છે કે, બેકગ્રાઉન્ડમાં સ્પાઈવેર ચલાવીને કોઈ તમારી જાસૂસી કરી રહ્યું છે. ફોન યુઝ નથી કરી રહ્યા તેમ છતાં ફોન ગરમ થાય તો તેનો અર્થ છે કે, અન્ય વ્યક્તિ તમારો ફોન યૂઝ કરી રહ્યું છે. ડેટા ઝડપથી વપરાવો- જો તમારા ડેટા વપરાશમાં અચાનકથી વધારો થાય તો તે વાતનો સંકેત મળે છે, કે તમારા ફોનમાં માલવેર એક્ટીવ છે. કઈ એપ્લિકેશનમાં વધુ ડેટા વપરાઈ રહ્યો છે તે જોવા માટે તમારે તમારા ફોનના સેટીંગમાં જવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ ડેટા સિલેક્ટ કરી લો. હવે તમે જોઈ શકો છો કે, કઈ એપ્લિકેશનમાં વધુ મોબાઈલ ડેટાનો ઉપયોગ થઈ રહ્યો છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.