બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / tech news blockchain technology will help you from cyber frauds

ગજબ / આ ટેકનોલોજીથી ઓનલાઈન ફ્રોડ સામે મળશે રક્ષણ! જાણો કેવી રીતે અને શું કામ કરે છે આ ફીચર્સ

Manisha Jogi

Last Updated: 04:03 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઈબર ક્રાઈમના કેસ સતત વધી રહ્યા છે. આ પ્રકારના ફ્રોડથી છુટકારો મેળવવા માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનાથી સાઈબર ક્રાઈમ પર કમર કસી શકાશે.

  • સાઈબર ક્રાઈમના કેસમાં સતત વધારો.
  • સાઈબર ફ્રોડ સામે રક્ષણ આપશે આ ધાંસુ ટેકનોલોજી.
  • ડેટા સુરક્ષિત રહેશે અને લીક નહીં થાય.

હાલના સમયમાં સાઈબર ક્રાઈમના કેસ સતત વધી રહ્યા છે. કોઈપણ OTP વગર બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની ઉઠાંતરી થઈ જાય છે. EPFOના નામ પર ઠગી કરવામાં આવે છે. અનેક પ્રકારે  સાઈબર ક્રાઈમ કરવામાં આવે છે. આ પ્રકારના ફ્રોડથી છુટકારો મેળવવા માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનાથી સાઈબર ક્રાઈમ પર કમર કસી શકાશે. 

ઓનલાઈન ફ્રોડથી છુટકારો મેળવવા માટે બ્લોકચેન નામની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનાથી ડેટા સુરક્ષિત રહે છે અને તે લીક થતો નથી.

બ્લોકચેન ટેકનોલોજી શું છે?
બ્લોકચેન ટેકનોલોજી એક ખાસ પ્રકારનો ડેટાબેઝ છે, જેનાથી ડેટા એન્ડ ટુ એન્ડ જોડાયેલો રહે છે અને પીયર ટૂ પીયરમાં વહેંચાઈ જાય છે. જેમાં ચેનની મદદથી ડેટા બ્લોકમાં સ્ટોર કરવામાં આવે છે અને તમારો ડેટા સુરક્ષિત રહે છે. 

આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?
બ્લોકચેન ટેકનોલોજીથી ડેટા સુરક્ષિત રહે છે અને ફુલ ટ્રાન્સપરન્સી સાથે કામ કરે છે. આ કારણોસર લોકો આ ટેકનોલોજી પર વિશ્વાસ રાખી રહ્યા છે. ઓનલાઈન નાણાંકીય લેવડ દેવડ કરવામાં આવે તો ફ્રોડ થવાનો ડર રહે છે. આ ફ્રોડથી બચવા માટે બ્લોકચેનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનોલોજીની મદદથી તમામ નાણાંકીય લેવડદેવડ ડિસેંટ્રલાઈઝ્ડ રૂપે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ રહે છે.  

ઓનલાઈન ફ્રોડ થતો નથી
જ્યારે કોઈ બે વ્યક્તિ ઓનલાઈન નાણાંકીય લેવડ દેવડ કરે તો થર્ડ પાર્ટી આ ટ્રાન્ઝેક્શન પર નજર રાખે છે. જે કન્ફર્મ કરે છે કેસ ટ્રાન્ઝેક્શન યોગ્ય પ્રકારે થયું છે કે નહીં. આ પ્રકારે ટ્રાન્ઝેક્શન કરવાથી હેકિંગ કે ફ્રોડ થવાની શક્યતા રહેતી નથી. કોઈ હેકિંગ કે ફ્રોડ ના થાય તે માટે થર્ડ પાર્ટી કન્ફર્મેશન કરે છે. 

અસલી નકલીની થશે ઓળખ
ઘણી વાર આપણે જાણી શકતા નથી કે, વેબસાઈટ અસલી છે કે ફ્રોડ. હેકર્સ સાઈબર ફ્રોડ અને હેકિંગ કરવા માટે તેના જેવી જ અને તે પ્રકારના નામની વેબસાઈટ બનાવે છે. આ પરિસ્થિતિમાં આ ટેકનોલોજીની મદદથી વેબસાઈટ અસલી છે કે નકલી તે જાણી શકાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Crime Tech News blockchain technology cyber fraud online fraud ઓનલાઈન ફ્રોડ ટેક ન્યૂઝ બ્લોકચેન ટેકનોલોજી સાઈબર ક્રાઈમ સાઈબર ફ્રોડ Tech News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ