બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / યોજાશે Appleની મોટી ઇવેન્ટ, આ તારીખથી શરૂ થશે WWDC 2025, થશે iOS 19 સહિત અનેક મોટા એલાન
Last Updated: 09:41 AM, 26 March 2025
Apple WWDC 2025 ની ઓફિશિયલ ડેટ જાહેર થઈ ગઈ છે. Apple ની આ મોટી ઇવેંટ 9 જૂનથી શરૂ થશે અને આ 13 જૂન સુધી ચાલશે. જૂની ઇવેંટની જેમ આ અપકમિંગ ઇન્વેન્ટની પણ લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ ઇન્વેન્ટ કેલિફોર્નિયામાં આવેલા Cupertino માં Apple Park કેમ્પસમાં થશે. આ ઇવેંટની માહિતી Apple SVP Marketing એ X પ્લેટફોર્મ પર આપી છે.
ADVERTISEMENT
આ ઇવેંટમાં મેઈન ફોકસ સોફ્ટવેર પર હોય છે, જોકે અમુક હાર્ડવેર સંબંધિત જાહેરાત પણ કરવામાં આવે છે. આ વખતે કંપની આ અપકમિંગ ઇન્વેન્ટમાં iOS 19, iPadOS 19 અને macOS 19 ને લઈને જાહેરાત કરી શકે છે.
You’re gonna want to save the date for the week of June 9! #WWDC25 pic.twitter.com/gjzYZCkPbA
— Greg Joswiak (@gregjoz) March 25, 2025
ADVERTISEMENT
Apple બદલી નાંખશે iOS નું ઈન્ટરફેસ અને ઘણા ફીચર્સ
Apple WWDC 2025 આ દરમિયાન iOS 19 એ રિવિલ કરવામાં આવશે. આ વખતે Apple Intelligence થી લઈને ડિઝાઇન સુધી ઘણા બદલાવ જોવા મળી શકે છે. iOS 19 હેઠળ યુઝર્સને ન્યુ ઈન્ટરફેસ જોવા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ વખતે થતાં બદલાવ મોટા લેવલ પર થઈ શકે છે.
Icons, Menu અને Apps ના લુક વગેરેમાં મોટા બદલાવ જો મળશે
શરૂઆત રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી ચૂક્યો છે કે અપકમિંગ અપડેટ બાદ Icons, Menu અને Apps ના લુક્સ વગેરેમાં મોટા બદલાવ જોવા મળી શકે છે. iPadOS 19 માં પણ બદલાવ જોવા મળી શકે છે. આ સિવાય macOS 16 માં પણ ઘણા બદલાવ જોવા મળી શકે છે. જોકે, અત્યાર સુધી કંપનીએ કન્ફર્મ નથી કર્યું કે શું-શું જાહેરાત થશે.
વધુ વાંચો : રોજના 70 રૂપિયાનું રોકાણ કરો, અને આ રીતે બનો લખપતિ! સમજો કેલ્ક્યુલેશન
Apple Intelligence ને લઈને અપડેટ
Apple WWDC 2025 દરમિયાન Apple Intelligence ને લઈને મોટા બદલાવ થઈ શકે છે. Apple ના અલગ-અલગ પ્રોડક્ટ માટે અલગ-અલગ સ્ટેજ પર રોલઆઉટ થશે. સાથે જ કંપની Siri ને પણ અપડેટ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.