બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Googleની 3 અબજ યુઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ મહત્વપૂર્ણ કામ, નહીંતર પસ્તાવો થશે!

ટેક / Googleની 3 અબજ યુઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ મહત્વપૂર્ણ કામ, નહીંતર પસ્તાવો થશે!

Last Updated: 10:11 PM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GMail યુઝર પર સાયબર અટેક થયો છે. જેના કારણે Google દ્વારા તેના કરોડો યુઝર્સ માટે એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Cyber Attack : Googleએ તેના યુઝર્સ માટે એક ચેતવણી જારી કરી છે. જેમાં Gmail યુઝર્સ પર એક નવો અને ખતરનાક સાયબર અટેક થયો છે જેમાં પ્લેટફોર્મની ટેકનિકલ ખામીઓ અને ચાલાક  સોશિયલ એન્જિનિયરિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અટેક બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનો દૌર પણ શરૂ થયો છે જેથી Googleએ  તાત્કાલિક સિક્યોરિટી અપડેટ બહાર પાડ્યું છે. કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે હવે પાસવર્ડનો ઉપયોગ બંધ કરો.

  • શું છે સમગ્ર મામલો?
    આ અટેક એક Ethereum ડેવલપર નિક જોહ્ન્સન પર થયો, જે એક જટિલ ફિશિંગ અટેકનો ભોગ બન્યો હતો. તેને જણાવ્યું કે, Google તરફથી એક વેલિડ ઇમેઇલ મળ્યો છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમના એકાઉન્ટ પર કાનૂની નોટિસ જારી કરવામાં આવી છે. આ ઈમેલ [email protected] પરથી આવ્યો હતો અને તે સંપૂર્ણપણે અસલી દેખાતો હતો, DKIM સિગ્નેચર પણ વેલિડ હતી અને Gmailએ તેને સામાન્ય સુરક્ષા એલર્ટ તરીકે બતાવ્યું હતું.

પરંતુ હેકર્સે Googleની સિસ્ટમમાં રહેલી ખામીનો ફાયદો ઉઠાવ્યો હતો અને પોતાને અસલી જેવો ઇમેઇલ ખુદને મોકલ્યો અને બાદમાં તેને બીજાઓને ફોરવર્ડ કર્યા. તેની પાછળનો હેતુ યુઝરના લોગિન ક્રેડેન્શિયલ્સ ચોરી કરવાનો હતો.

  • Googleએ આપ્યો જવાબ

કંપનીએ જણાવ્યું કે, "અમે આવા ટાર્ગેટેડ અટેકથી વાકેફ છીએ અને ગયા અઠવાડિયાથી આ માટે સુરક્ષા પગલાં અમલમાં મૂકી રહ્યા છીએ." Google યુઝર્સને પાસવર્ડને બદલે Passkeyનો ઉપયોગ કરવાની સલાહ આપે છે કારણ કે Passkey યુઝરના ડિવાઇસ સાથે જોડાયેલી હોય છે અને તે ડિવાઇસ વગર એકાઉન્ટ એક્સેસ કરવું અશક્ય હોય છે.

  • Passkey શા માટે જરૂરી ?
    અત્યારે પાસવર્ડ્સ અને SMS આધારિત ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) પણ સરળતાથી હેક થઈ શકે છે. હેકર્સ યુઝરનો પાસવર્ડ અને બાદમાં SMS કોડ ચોરી શકે છે અને કોઈપણ ડિવાઇસથી લોગિન કરી શકે છે. પરંતુ Passkey ફક્ત ત્યારે જ કામ કરે છે જો તમારા ડીવાઈસની સુરક્ષા (જેમ કે ફિંગરપ્રિન્ટ અથવા પિન)નો ઉપયોગ કરીને એકાઉન્ટને ઍક્સેસ કરવામાં આવે.

વધુ વાંચો : Android યુઝર્સની બલ્લે-બલ્લે, હવે ફ્રીમાં લાભ ઉઠાવી શકશો Gemini એડવાન્સનો, ટ્રાય કરો!

  • આ વાતોનું રાખો ધ્યાન
  1. તમારા Gmail એકાઉન્ટમાં Passkey ઉમેરો.
  2. SMS ને બદલે Google Authenticator અથવા ડીવાઈસ- બેસ વેરિફિકેશનનો ઉપયોગ કરો.
  3. Google ધીમે ધીમે પાસવર્ડ્સ દૂર કરવા તરફ આગળ વધી રહ્યું છે.
  4. Google Promptનો ઉપયોગ કરો, તે સલામત અને સરળ હોય છે.
  5. Google ક્યારેય કોઈ સુરક્ષા સમસ્યાને લઇ યુઝર્સ સાથે સીધો સંપર્ક નથી કરતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Attack Passkey Google
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ