Facebookની મેસેજિંગ સર્વિસ Messengerમાં પણ WhatsApp અને Instagramની જેમ મોકલેલા મેસેજને ડિલીટ કરવાનું ફિચર આવી રહ્યુ છે. ફેસબુકે તેને Remove For Everyone નામ આપ્યુ છે. આ ફિચર આવ્યા પછી મેસેન્જર પર મોકલેલા મેસેજને 10 મિનિટ સુધી ડિલીટ કે અનસેન્ડ કરી શકાશે. આ ફિચર iOS અને એન્ડ્રોઇડ બંને યૂઝર્સ માટે રોલઆઉટ થઇ ચૂક્યુ છે. જોકે ભારતમાં આ ફિચરને આવતા થોડો સમય વધારે લાગી શકે છે.
મેસેજ ફોટો વીડિયો થઇ જશે ડિલીટ:
આ ફિચરની મદદથી યૂઝર્સ મેસેન્જરમાં મોકલેલા મેસેજ ફોટો વીડિયોને 10 મિનિટ સુધી અંદર ડિલીટ કરી શકે છે. આ ફિચર ગ્રુપ ચેટમાં પણ કામ કરશે એટલે કે જો તમે કોઇ ગ્રુપમાંથી કોઇ મેસેજ કરી દીધો છે તો તેને ડિલીટ કરી શકાશે. 10 મિનિટ સુધી યૂઝર 'Remove For Everyone' ફિચરનો ઉપયોગ નહીં કરી શકે. જોકે 'Remove For you' ઓપ્શનનો ઉપયોગ કરી શકશે જેમાં મેસેજ માત્ર તમારી ચેટથી જ ડિલીટ થશે.
ડિલીટ મેસેજને રિપોર્ટ પણ કરી શકશો:
યૂઝર ડિલીટ કરેલા મેસેજને રિપોર્ટ પણ કરી શકશે. જો ગ્રુપ કે પર્સનલ ચેટથી કોઈએ મોકલેલા મેસેજને ડિલીટ કે રીમૂવ કરી દીધો છે તો તેને રિપોર્ટ પણ કરી શકાશે. તેના માટે સૌથી પહેલા યૂઝરના નામ પર ક્લિક કરો પછી 'something wrong' પર ક્લિક કરો અને ત્યારબાદ રિપોર્ટ કરવા માટે સાચી કેટેગરી પસંદ કરીને રિપોર્ટ કરી દો.
આ રીતે કરો ફિચરનો ઉપયોગ:
- આ ફીચરનો ઉપયોગ કરવા માટે મોકલેલા મેસેજ પર ટેપ કરો ત્યારબાદ બે ઓપ્શન સામે આવશે.
- પહેલું ઓપ્શન 'Remove For Everyone' હશે જેમાં મોકલેલા મેસેજ સેન્ડર અને રિસીવર બન્નેના ઈનબોક્સમાંથી જતા રહેશે.
- બીજુ ઓપ્શન 'Remove For You'નો હશે જેમાં ટેપ કર્યા બાદ મેસેજ સેન્ડરના ઈનબોક્સથી હટશે પરંતુ રિસીવરના ઈનબોક્સમાં મેસેજ બતાવશે.
- Remove For Everyone પર ટેપ કર્યા બાદ એક વોર્નિંગ મેસેજ પણ દેખાશે જેને કન્ફર્મ કે કેન્સલ કરવાનો રહેશે.
- મેસેજ રિમૂવ થયા બાદ ઈનબોક્સમાં વોટ્સએપની જેમ 'message was removed' દેખાશે.