બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ટેક અને ઓટો / Android યુઝર્સની બલ્લે-બલ્લે, હવે ફ્રીમાં લાભ ઉઠાવી શકશો Gemini એડવાન્સનો, ટ્રાય કરો!
Last Updated: 03:10 PM, 21 April 2025
વિશ્વના જે કોઈ પણ વિદ્યાર્થી અમેરિકામાં રહે છે તેમના માટે સારા સમાચાર છે. ગૂગલે તાજેતરમાં અમેરિકન કોલેજના વિદ્યાર્થીઓ માટે એક શાનદાર ઓફર રજૂ કરી છે. હવે અમેરિકન કોલેજના વિદ્યાર્થીઓને Gemini Advanced, NotebookLM Plus અને 2TB ક્લાઉડ સ્ટોરેજ બિલકુલ મફત આપવામાં આવશે. આ સુવિધા વિદ્યાર્થીઓ માટે આવતા વર્ષના ઉનાળા સુધી ઉપલબ્ધ રહેશે.
ADVERTISEMENT
ગૂગલની આ ઓફર ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જે અમેરિકાની કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે અને જેમની પાસે edu થી પૂરું થતું ઇમેઇલ એડ્રેસ છે. આ ઓફર હેઠળ વિદ્યાર્થીઓ 15 મહિના માટે મફતમાં Google One AI પ્રીમિયમ પ્લાનનો લાભ મેળવી શકશે.
📣 Calling all college students in the U.S.! You can now access Gemini Advanced free through spring finals 2026 with the Google One AI Premium plan.
— Google (@Google) April 18, 2025
You’ll get the best of Google AI, including:
• Gemini Advanced, with Deep Research, Gemini Live and Canvas
• NotebookLM Plus
•… pic.twitter.com/VaJBTQgidX
ADVERTISEMENT
જો કોઈ વિદ્યાર્થી પહેલાથી જ Google One AI પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર હોય તો તેને તેનું હાલનું સબ્સ્ક્રિપ્શન રિન્યુ થાય તે પહેલાં તેને રદ કરવું પડશે અને બાદમાં આ ઓફરનો દાવો કરવો પડશે. આ ઓફરનો દાવો 30 જૂન 2025 સુધી કરી શકાશે. ગૂગલે OpenAI ના પ્રમોશનના જવાબમાં આ પગલું ભર્યું છે જેમાં ChatGPT Plus યુએસ અને કેનેડાના વિદ્યાર્થીઓ માટે બે મહિના માટે મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ગૂગલની આ ઓફરની સૌથી મોટી ખાસિયત એ છે કે ChatGPT Plusની તુલનામાં આ ફીચર વિદ્યાર્થીઓને ઘણા લાંબા સમય માટે આપવામાં આવી રહી છે, પરંતુ તે ફક્ત અમેરિકામાં અભ્યાસ કરતા કોલેજના વિદ્યાર્થીઓ સુધી જ મર્યાદિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.