બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કાર્તિક આર્યન-શ્રીલીલાની રોમેન્ટિક-મ્યુઝિકલ ફિલ્મનો ફર્સ્ટ લૂક, 'આશિકી 3'નું ટીઝર રિલીઝ
Last Updated: 08:33 PM, 15 February 2025
છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહેલા ચાહકો માટે હાલમાં એક સારા સમાચાર સામે આવ્યા છે. જી હાં કાર્તિક આર્યનની આગામી ફિલ્મ આશિકી 3 નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ચાહકોને આ ટીઝર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને શ્રીલીલા જોવા મળે છે. આ 1 મિનિટના વીડિયોમાં કાર્તિક આર્યન અને શ્રીલીલા વચ્ચેની અદ્ભુત કેમેસ્ટ્રી દેખાય છે. ટીઝર રિલીઝ કરતી વખતે નિર્માતાએ એવું નથી કહ્યું કે આ આશિકી 3 નું ટીઝર છે, પરંતુ કાર્તિક આર્યનના લાંબા વાળ અને રોમેન્ટિક સ્ટાઇલ સાથેના અંદાજને જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ આશિકીનું ટીઝર છે. આ વીડિયોમાં કાર્તિક આર્યન અને શ્રીલીલાની જોડી સૌથી સારી લાગી રહી છે.
ADVERTISEMENT
અભિનેતા કાર્તિક આર્યને તાજેતરમાં શ્રીલીલા સાથેની તેની આગામી અનટાઇટલ્ડ ફિલ્મની પુષ્ટિ કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કાર્તિક આર્યન અને શ્રીલીલાનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. કાર્તિક આર્યને તેવના ઇન્સ્ટાગ્રામ પર એક ક્લિપ શેર કરી છે જેમાં તે અભિનેત્રી શ્રીલીલા સાથે રોમાન્સ કરતો જોવા મળે છે. આ ટીઝરમાં કાર્તિક લાંબા વાળ અને દાઢી સાથે રોમેન્ટિક અદામાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શ્રીલીલા અગાઉ અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' ના આઇટમ સોંગ 'કિસિક'માં જોવા મળી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : બજરંગી ભાઈજાન કી મુન્ની બડી હો ગઈ, હર્ષાલી મલ્હોત્રાની આ તસવીરોથી નજર હટાવવી મુશ્કેલ
આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ બાસુ કરી રહ્યા છે. પહેલા એવી ચર્ચા હતી કે આ ફિલ્મમાં કાર્તિક આર્યનની સામે તૃપ્તિ ડિમરીને કાસ્ટ કરવામાં આવી છે. જોકે, પાછળથી તેણીની જગ્યાએ લેવામાં આવી અને શ્રીલીલાએ ફિલ્મમાં પ્રવેશ કર્યો. ફિલ્મમાંથી તૃપ્તિને હટાવ્યા પછી, ઘણી અફવાઓ સામે આવી હતી પરંતુ અનુરાગ બાસુએ તે બધી અફવાઓનો ઇનકાર કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.