Team VTV12:04 AM, 29 Oct 21
| Updated: 12:04 AM, 29 Oct 21
બોલીવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે જામીન આપી દીધા બાદ,શારુખ ખાનની આંખો છલકી ઉઠી હતી. ચહેરા પર અજીબ પ્રકારની ખુશી પણ ઝલકતી હતી.
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન જેલ મુક્ત
જામીન મળતા જ શાહરુખની આંખો છલકી ઉઠી
લીગલ ટીમ સાથે નજરે પડ્યો પ્રસન્ન મુદ્રામાં
બોલીવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે જામીન આપી દીધા બાદ,શારુખ ખાનની આંખો છલકી ઉઠી હતી. ચહેરા પર અજીબ પ્રકારની ખુશી પણ ઝલકતી હતી.દરમિયાન શાહરૂખે,પુત્રને જામીન મળ્યાના બદલામાં પોતાની લીગલ ટીમનો આભાર વ્યક્ત કર્યો, શાહરૂખ ખાનની એક તસવીર તેમની કાયદાકીય ટીમ સાથે સામે આવી હતી જેમાં તે પ્રસન્ન મુદ્રામાં જણાયો હતો.
શુક્ર કે શનિવારે આવશે જેલ બહાર
ગુરુવારે કોર્ટે જામીન આપ્યા છે હવે તમામ ફોર્માલીટી પૂર્ણ થયા બાદ,આર્યન ખાન જેલમાંથી બહાર આવશે. સંભવ છે કે, શુક્રવારે સાંજે અથવા તો શનિવારે બપોર સુધીમાં આર્યન ખાન જેલમાંથી બહાર આવશે. આર્યન સાથે ઝડપાયેલા તેમના બે મિત્રોને પણ કોર્ટે જામીન આપતા તેઓ પણ જેલમાંથી મુક્ત થશે
ચાહકોએ શાહરુખના ઘરની બહાર ફોડ્યા ફટાકડા
આર્યનખાનને જામીન મળતા શાહરુખના ચાહકો ખુશીથી ઝુમી ઉઠ્યાં હતા. ચાહકોએ શાહરુખનના ઘર મન્નતની બહાર ફટાકડા ફોડીને આ પ્રસંગને વધાવી લીધો હતો. ચાહકો ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યાં હતા કેટલાક તો વળી રસ્તા પર નાચવા લાગ્યા હતા.
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર તારીખ પે તારીખ થઈ રહી હતી. આવામાં આર્યનને ક્યારે જામીન મળશે તેની કોઈ આશા દેખાતી ન હતી. ખાન પરિવારના મિત્રે નામ ના છાપવાની શરતે કહ્યું હતું કે શાહરુખ-ગૌરી દિવસે દિવસે ચિંતાતુર બનતા જાય છે. ગૌરીએ આર્યન માટે માનતા પણ માની હતી. તે નવરાત્રિમાં સતત પ્રાર્થના કરતી. તહેવાર શરૂ થયા બાદથી તે ત્યાં સુધી ગળપણ તથા ખાંડ નહીં ખાય જ્યાં સુધી આર્યન જેલમાંથી બહાર નહીં આવે. ગૌરીએ ઘરમાં પણ કિચન સ્ટાફને કોઈ મીઠાઈ નહીં બનાવવાનો આદેશ આપ્યો હતો.
જામીન મળ્યા હવે કરવું પડશે આ શરતોનું પાલન
મુંબઈ હાઈકોર્ટે આજે ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના છોકરા આર્યન ખાનને જામીન આપી દીધા છે. ગત 2 ઓક્ટોબરના રોજ રેવ પાર્ટીમાં એનસીબીએ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદથી તેના જામીન માટે શાહરૂખ ખાન મથ્યો હતો. જોકે હવે તેને જામીન મળી ગયા છે. પરંતુ જામીન મળ્યા બાદ પણ આર્યન ખાને કોર્ટની 5 શરતોનું પાલન કરવું પડશે.
આર્યન ખાનને તેનો પાસપોર્ટ સ્પેશ્યલ કોર્ટમાં જમા કરાવવો પડશે.
તે સાક્ષીઓને ઉકસાવી નહી શકે સાથેજ પુરાવાઓ સાથે પણ તે કોઈ છેડછાડ નહી કરી શકે.
આર્યન તેની સાથે ઝડપાયેલા અન્ય આરોપીઓ સાથે કોઈ પણ સંજોગોમાં વાત નહી કરી શકે.
આર્યન ગ્રેટર મુંબઊમાં એનડીપીએસના સ્પેશિયલ જજની મંજૂરી વગર દેશ પણ નહી છોડી શકે.
આર્યને દર શુક્રવારે સવારે 11 થી બપોરના 2 વાગ્યા સુધી મુંબઈ એનસીબીના કાર્યલાયમાં હાજરી આપવી પડશે.
હાલ આર્થર રોડ જેલમાં કેદ
આપને જણાવી દઈએ કે આ મામલે ઝડપાયેલા અન્ય આરોપી અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધેમચાને પણ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. જોકે કાલ સાંજ સુધીમાં આ દરેક આરોપીઓને જામીન મળવાના છે. હાલ તો આર્યન અને તેની સાથે ઝડપાયેલ મુનમુન અને અરબાઝ મુંબઈની આર્થર રોડ જેલમાંજ કેદ છે.
આર્યન સામે ગંભીર ગુના દાખલ
ઉલ્લેખનીય છે આર્યન ખાન, મુનમુન અને અરબાઝની એનસીબીએ ધરપકડ કરી હતી. તેમની સામે ડ્રગ્સ રાખવા, તેનું સેવન કરવું અને પ્રતિબંધીત માદક પદાર્થોની ખરીદી અને વેચાણ કરવાના આરોપ લાગ્યા છે. જેથી આ તમામ લોકો સામે એનડીપીએસ કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.