બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આ કારણોસર મહત્વના 10 ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહી રમી શકે, ઉત્સાહમાં ઘટાડો!
Last Updated: 08:48 AM, 15 February 2025
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ વખતે આ ટુર્નામેન્ટ 'હાઇબ્રિડ મોડેલ' હેઠળ પાકિસ્તાનના ત્રણ શહેરો (રાવલપિંડી, લાહોર, કરાચી) અને દુબઈમાં રમાશે. શરૂઆતની મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૯ ફેબ્રુઆરીએ કરાચીમાં રમાશે. જ્યારે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
ADVERTISEMENT
બધાની નજર આ ખેલાડીઓ પર
વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, રોહિત શર્મા, જો રૂટ, બાબર આઝમ, કેન વિલિયમસન, મોહમ્મદ શમી, કાગીસો રબાડા જેવા સ્ટાર્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા જઈ રહ્યા છે. બધાની નજર આ ખેલાડીઓ પર રહેશે. જોકે કેટલાક ખેલાડીઓ એવા છે જે આ ટુર્નામેન્ટનો ભાગ નહીં બને. ખાસ વાત એ છે કે આ ખેલાડીઓને પ્રોવિઝનલ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ ઈજા કે અન્ય કારણોસર તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા હતા. આવી સ્થિતિમાં, આ ટુર્નામેન્ટનો ઉત્સાહ થોડો ઓછો થઈ ગયો છે.
ADVERTISEMENT
ભારત (1): સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની સમસ્યાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ટીમ માટે આ એક મોટો આંચકો હતો. ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટ દરમિયાન બુમરાહને સ્નાયુઓમાં ખેંચાણ થયું હતું, જેનાથી તે સ્વસ્થ થઈ શક્યો ન હતો.
અફઘાનિસ્તાન (1): 'રહસ્યમય સ્પિનર' અલ્લાહ ગઝનફર કરોડરજ્જુના ફ્રેક્ચરને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ગઝનફર ઘાયલ થયો હતો.
ઓસ્ટ્રેલિયા (5): વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના સ્ટાર ખેલાડીઓ વિના પ્રવેશ કરશે. પેટ કમિન્સ, મિશેલ માર્શ અને જોશ હેઝલવુડ ઈજાને કારણે ભાગ લઈ શકશે નહીં. દરમિયાન, મિશેલ સ્ટાર્કે વ્યક્તિગત કારણોસર ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે પણ અચાનક વનડે ક્રિકેટને અલવિદા કહી દીધું.
દક્ષિણ આફ્રિકા (1): ઝડપી બોલર એનરિક નોર્કિયા દક્ષિણ આફ્રિકાની ટીમનો ભાગ હતો પરંતુ પીઠની સમસ્યાને કારણે તેને બહાર કરવામાં આવ્યો હતો. ટીમમાં નોર્કિયાના સ્થાને ગેરાલ્ડ કોટઝીનો સમાવેશ થવાનો હતો પરંતુ તે પણ ઘાયલ થઈ ગયો. અંતે, ઓલરાઉન્ડર કોર્બિન બોશ ટીમમાં સામેલ થયો.
ઇંગ્લેન્ડ (1): ઓલરાઉન્ડર જેકબ બેથેલને ઈંગ્લેન્ડના તાજેતરના ભારતના પ્રવાસ દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં બેથેલનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.
ન્યૂઝીલેન્ડ (1): ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર બેન સીયર્સ પણ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે.
વધુ વાંચો : 'વેલેન્ટાઇન વીકમાં સિંગલ સારા નથી લાગતા' લાઈવ મેચ દરમિયાન આ શું બોલી ગયો સુરેશ રૈના
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 15 મેચ રમાશે. તેમાં ભાગ લેનારી 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-A માં છે. તેમની સાથેની અન્ય બે ટીમો ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડને ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે. બધી ટીમો પોતપોતાના ગ્રુપમાં ૩-૩ મેચ રમશે. આ પછી, દરેક ગ્રુપની ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ચેમ્પિયન્સ ટ્રોફીની બધી 15 મેચ 4 સ્થળોએ રમાશે. પાકિસ્તાનમાં ૩ સ્થળો હશે. જ્યારે એક સ્થળ દુબઈ હશે. ટીમ ઈન્ડિયા તેની બધી મેચ દુબઈમાં રમશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.