team of 60 people, 3 missing children, Vadodara, 2 days, family was happy,
સફળતા /
60 લોકોની ટીમે વડોદરાના ગુમ 3 બાળકોને 2 દિવસમાં જ શોધી કાઢ્યા, પરિવારને હરખનો પાર ન રહ્યો
Team VTV09:23 PM, 22 Jun 22
| Updated: 09:24 PM, 22 Jun 22
વડોદરાના ફતેગંજ વિસ્તારમાંથી બે દિવસ અગાઉ ગુમ થયેલ 3 બાળકોને પોલીસે બે દિવસમાં શોધી કાઢ્યા છે.
વડોદરાના ફતેગંજ વિસ્તારમાંથી 3 બાળકો થવાનો મામલો
ગુમ થયેલા ત્રણેય બાળકોને પોલીસે શોધી કાઢ્યા
ત્રણેય બાળકો રેલ્વે સ્ટેશનથી મળી આવ્યા
વડોદરાના ફતેગંજ વિસ્તારમાંથી બે દિવસ પહેલા 3 બાળકો ગુમ થયા હતા. આ ત્રણય લાપતા બાળકોને શોઘી કાઢવામાં પોલીસને સફળતા સાંપડી છે. પોલીસે ત્રણેય બાળકો ફતેગંજ રેલ્વે સ્ટેશનથી શોધી કાઢી બાળકોને પરિવારને સોપાતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આપને જણાવી દઇએ કે 9 વર્ષની પૂનમ, 6 વર્ષનો રાહુલ, અને 4 વર્ષની રોશની એમ ત્રણ બાળકો ગુમ થયા હતા. પોલીસે જણાવ્યું હતુ કે સયાજીગંજ, છાણી અને ફતેગંજના 60થી 70 માણસોની ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ક્નિકલ સર્વેલન્સથી માંડીને સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરવામાં આવી હતી.આખરે પોલીસની મહેનત રગં લાવી અને ત્રણેય બાળકો મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
શું હતી સમગ્ર ઘટના?
બે દિવસ અગાઉ વડોદરાના ફતેગંજ વિસ્તારમાંથી 3 બાળકો થયા ગુમ થયાહતા. ફતેગંજ બ્રિજ નીચે રમતા 3 બાળકો ગુમ થતા પરિવાર પર આફત આવી પડી હતી. 9 વર્ષની પૂનમ, 6 વર્ષનો રાહુલ, અને 4 વર્ષની રોશની એમ ત્રણ બાળકો ગુમ થતા બાળકોના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે હાલ પોલીસે બાળકોને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે વીટીવીના સંવાદદાતાએ સ્થળ મુલાકાત લેતા સામે આવ્યુ હતું કે ફતેગંજ બ્રિજ નીચે રહેતા શ્રમજીવી પરિવારના હતા. છેલ્લા બે દિવસથી બાળકો લાપતા હતા.
બાળકની માતાએ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે તબિયત સારી ન હોવાથી હું સૂઇ ગઇ હતી. સાંજે પાંચ વાગ્યે ખબર પડી કે છોકરાઓ ગુમ થઇ ગયા છે. અમે સ્ટેશન સહિત બધી જ જગ્યાએ જઇને જોયુ પરંતુ ક્યાંય નથી. અમને અમારા બાળકો પોલીસ શોધી આપે તેમ કહેતા કહેતા બાળકની માતાના આંખમાંથી આંસુ આવી ગયા હતા. ત્યારબાદ હાલ બાળકો મળી જતા પરિવારજનોમાં આનંદ છવાયો હતો.