બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / WTC Final: ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પણ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે ભારતીય ટીમ, જાણો કેમ, સમજો સમીકરણ
Last Updated: 10:45 AM, 6 November 2024
ICC World Test Championship : ક્રિકેટ જગતને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ન્યૂઝીલેન્ડે ટેસ્ટ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરીને ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી છે. આ શ્રેણી હાર્યા બાદ ભારતીય ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ગુમાવ્યું છે. આ સાથે WTC ફાઈનલનો રસ્તો પણ ઘણો મુશ્કેલ બની ગયો છે. આ તરફ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે જ્યાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. જો ભારતીય ટીમે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવું હોય તો તેને આ શ્રેણી 4-0થી જીતવી પડશે. અમે 4-1થી જીતીએ તો પણ આશા રહેશે. પરંતુ ચાહકોનો પ્રશ્ન એ છે કે જો ભારતીય ટીમ આ ટેસ્ટ શ્રેણી હારી જશે તો શું થશે? શું એ સ્થિતિમાં પણ ભારતીય ટીમ WTC ફાઈનલની રેસમાં રહેશે?
ADVERTISEMENT
The race to the #WTC25 Finale just got even more thrilling after New Zealand's stunning 3-0 whitewash of India 👊
— ICC (@ICC) November 4, 2024
State of play ➡ https://t.co/Q9YCYizhHX pic.twitter.com/PHNlOsjBJs
ઓસ્ટ્રેલિયાને 4-0થી હરાવ્યા બાદ ભારત ફાઈનલમાં નક્કી
ADVERTISEMENT
પહેલું એ કે જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 4-0થી હરાવશે એટલે કે 4 જીત અને 1 ટેસ્ટ ડ્રો થશે તો ભારતના કુલ ટકાવારી પોઈન્ટ 65.79 ટકા થશે. જો આમ થશે તો ભારતીય ટીમનું ફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ જશે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા રેસમાંથી બહાર થઈ જશે. બીજી તરફ જો ન્યુઝીલેન્ડ ઘરઆંગણે ઈંગ્લેન્ડને 3-0થી હરાવશે તો તેના ટકાવારી પોઈન્ટ 64.29 થશે. જો દક્ષિણ આફ્રિકા ઘરઆંગણે પાકિસ્તાન અને શ્રીલંકાને 2-0થી હરાવશે તો તે 69.44% પોઈન્ટ સાથે ટોચ પર રહેશે. આ સમીકરણ સાથે ભારત અને દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં ટકરાશે.
ઓસ્ટ્રેલિયા સિરીઝ હારી જશે તો સમીકરણ કેવું રહેશે?
જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી હારી જાય તો પણ સમીકરણો સકારાત્મક હોઈ શકે છે. પરંતુ આ માટે અમારે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાર્યા બાદ ભારતીય ટીમનું WTC અંતિમ સમીકરણ કંઈક આ પ્રકારનું હશે
વધુ વાંચો : 24-25 નવેમ્બરે થશે IPLની હરાજી, કરાયું સત્તાવાર એલાન, તદ્દન નવું સ્થળ પસંદ કરાયું
ત્યારે ફાઇનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા ટકરાશે
જો ભારતીય ટીમ આ રીતે હારશે અને અન્ય ટીમોનું સમીકરણ પણ આ જ રહ્યું તો ઓસ્ટ્રેલિયાની ટીમના 58.77% પોઈન્ટ હશે અને તે ટોપ પર રહીને ફાઇનલમાં પહોંચી જશે. જ્યારે ભારતીય ટીમના 53.51% માર્કસ હશે. આ રીતે ઓસ્ટ્રેલિયા અને ભારત ફાઇનલમાં ટકરાશે. આ સમીકરણ પછી દક્ષિણ આફ્રિકાને 52.78%, ન્યુઝીલેન્ડને 52.38% અને શ્રીલંકાને 51.28% ગુણ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.