બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડીયા ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં? થઈ ગયો ફેંસલો, જાણો ક્યાં થશે મેચ
Last Updated: 04:05 PM, 8 November 2024
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે.. . ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. ટીમ ઈન્ડિયા તેની મેચ દુબઈમાં રમી શકે છે. જો કે તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પાકિસ્તાન ન જવાનું કારણ આપ્યું છે. બીસીસીઆઈએ સુરક્ષા કારણોને ટાંક્યા છે.
ADVERTISEMENT
હાલમાં જ BCCIએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી છે. જેમાં બીસીસીઆઈએ સુરક્ષાના કારણો દર્શાવ્યા છે. ભારતીય ટીમ તેની તમામ મેચ દુબઈમાં રમી શકે છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. આ પછી ટીમ ઈન્ડિયાને લઈને પણ ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ હવે એક એવા સમાચાર આવ્યા છે જે પાકિસ્તાનને ચોંકાવી દેશે.
બીસીસીઆઈએ સુરક્ષાનું કારણ આપ્યું
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતને મનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કામમાં આવ્યું ન હતું. PCBએ એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનમાં મેચ રમીને ભારત પરત ફરવું જોઈએ. આને લગતા અન્ય સૂચનો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ બીસીસીઆઈએ સુરક્ષાનું કારણ આપીને તમામ પ્રસ્તાવોને ફગાવી દીધા હતા.
PCBને મોટો ફટકો પડશે
ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જવાના કારણે PCBને મોટો ફટકો પડશે. તેનાથી તેને આર્થિક નુકસાન પણ થશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાને તેના સ્ટેડિયમમાં ઘણું કામ કરાવ્યું છે. તેમને નવેસરથી તૈયાર કરવામાં આવ્યા છે. ICCએ આ માટે ફંડ પણ બહાર પાડ્યું હતું.
બીસીસીઆઈએ દુબઈનો પ્રસ્તાવ મૂક્યો
ટીમ ઈન્ડિયા તેની તમામ ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દુબઈમાં રમી શકે છે. અગાઉ શ્રીલંકા વિશે પણ ચર્ચા થઈ હતી. પરંતુ બીસીસીઆઈએ દુબઈનો પ્રસ્તાવ મૂક્યો છે. તેથી, હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડલમાં યોજવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ ભારતીય પીચ પર ICCનું હંટર! રેટિંગ કર્યું જાહેર, આ સ્ટેડિયમની પિચ સૌથી બેસ્ટ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટર લગ્નજીવનમાં ભંગાણ / 'સાચો પ્રેમ મળવો મુશ્કેલ' બ્રેકઅપવાળા પ્રેમીઓ જેવું બોલ્યો ચહલ, રાંડ્યા પછી ડહાપણ આવ્યું
Australian Open 2025 / ટેનિસનો બાદશાહ! નોવાક જોકોવિચની સેમી ફાઈનલમાં એન્ટ્રી, 25મું ગ્રાન્ડ સ્લેમ હાથવેંતમાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT