બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Team India will enter the final even if the match is lost or drawn against Australia! Know what is WTC math
Megha
Last Updated: 01:48 PM, 10 March 2023
ADVERTISEMENT
ડબલ્યુટીસી ફાઈનલની રેસ હાલ ખૂબ જ રસપ્રદ તબક્કામાં પ્રવેશી ગઈ છે. આપણે બધા જાણીએ છીએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં અટવાયેલી જોવા મળી રહી છે. જો કે હજુ મેચનો બીજો દિવસ ચાલી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ જે રીતે બેટિંગ કરી રહી છે તે જોતા લાગે છે ઓસ્ટ્રેલિયા પૂરી મહેનત કરી રહી છે એ તે આ મેચ વહેલી તકે જીતે.
A special welcome & special handshakes! 👏
— BCCI (@BCCI) March 9, 2023
The Honourable Prime Minister of India, Shri Narendra Modiji and the Honourable Prime Minister of Australia, Mr Anthony Albanese meet #TeamIndia & Australia respectively. @narendramodi | @PMOIndia | #TeamIndia | #INDvAUS pic.twitter.com/kFZsEO1H12
ADVERTISEMENT
શ્રીલંકાએ પણ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી
એવામાં જો ભારતીય ટીમ મેચ હારે છે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે એવામાં શ્રીલંકાએ પણ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી દીધી છે. નોંધનીય છે કે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૂ થઈ ગઈ છે, મેચના બે દિવસ થઈ ગયા છે અને ત્યાં સુધીમાં શ્રીલંકાની ટીમ ફ્રન્ટ ફૂટ પર હોય તેવું લાગી રહ્યું છે એવામાં WTC ફાઇનલમાં જવા માટે શું સમીકરણો છે અને આગળ શું થશે એ જોવું ખૂબ જ રસપ્રદ બની રહ્યું છે.
ટીમ ઈન્ડિયા ફાઈનલમાં કેવી રીતે પ્રવેશ કરશે?
ટીમ ઈન્ડિયા હાલ ચોથી ટેસ્ટમાં ઘણી પાછળ દેખાઈ રહી છે અને આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ મેચમાં મજબૂત પકડ બનાવી લીધી છે. હવે એવું લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા કાં તો આ મેચ હારી જશે અથવા તો મેચ ડ્રો થઈ શકે છે. જો ટીમ ઈન્ડિયા આ મેચમાં હારશે તો મામલો ખૂબ જ ખરાબ થઈ જશે અને જો મેચ ડ્રો થશે તો પણ રમત ખરાબ થશે, પરંતુ સંકટ ઓછું થશે. પરંતુ જો આ બેમાંથી કોઈ એક પરિણામ આવે છે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં કેવી રીતે પ્રવેશ કરશે તે જાણવું રસપ્રદ છે.
જો ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પ્રવેશવું હશે તો શ્રીલંકાએ ઓછામાં ઓછી એક મેચ ડ્રો કરવી પડશે નહીં તો તેણે મેચ હારવી પડશે. પણ અંહિયા જો શ્રીલંકાને ફાઇનલમાં જવું છે તો શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ સામેની બંને મેચ જીતવી પડશે. જો એક પણ મેચ ડ્રો થાય છે, તો તેમની રમત ત્યાં જ સમાપ્ત થઈ જશે.
હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા આ મેચ નહીં જીતી શકે પણ તે ડ્રો મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આનાથી ટીમ ઇન્ડિયાને બે ફાયદા થશે. પહેલું એ છે કે 2.1 થી સિરીઝ ભારતના નામે થઈ જશે અને બીજી એ કે તે પછી WTC ફાઈનલમાં પણ એન્ટ્રી મળવાની સંભાવના વધી જશે.
A tough morning session for #TeamIndia
— BCCI (@BCCI) March 10, 2023
Australia go into Lunch on Day 2 with 347/4 on the board.
Scorecard - https://t.co/8DPghkwsO6 #INDvAUS @mastercardindia pic.twitter.com/5ElwXobTf0
શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં મજબૂત પકડ જમાવી
જો શ્રીલંકાની ટીમ પોતાની બંને મેચ જીતી જાય છે તો ટીમ ઈન્ડિયા પાસે ફાઇનલમાં એન્ટ્રી મેળવવાનો એક જ રસ્તો બચશે કે તેને મેચ જીતવી પડશે અથવા તો તેને બરાબરી પર ખતમ કરવી પડશે. દરમિયાન જો ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાના પ્રદર્શનની વાત કરીએ તો ત્યાંની મેચ પણ ઘણી રસપ્રદ બની છે. શ્રીલંકાની ટીમ આ મેચમાં આગળ છે. નોંધનીય છે કે બંને મેચ એક સાથે ચાલી રહી છે. આ મેચ છે જે WTCની અંતિમ બે ટીમો નક્કી કરશે. બાકીના ત્રણ દિવસમાં ટીમો કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.