બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલીયામાં ફરી લહેરાવી વિજય પતાકા, 6 વિકેટે ટીમ રોહિતે જીતી મેચ

IND vs PM 11/ / ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલીયામાં ફરી લહેરાવી વિજય પતાકા, 6 વિકેટે ટીમ રોહિતે જીતી મેચ

Last Updated: 06:39 PM, 1 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે પ્રાઈમ મિનિસ્ટર ઇલેવનને 6 વિકેટથી હરાવી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રાઈમ મિનિસ્ટર ઇલેવન 43.2 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ અને વડાપ્રધાન ઈલેવન વચ્ચે કેનબેરામાં પ્રેક્ટિસ મેચ રમાઈ હતી. આ 2 દિવસીય વોર્મ-અપ મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. બીજા દિવસની રમત પણ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. આવી સ્થિતિમાં આ મેચ 46-46 ઓવરની રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે પ્રાઈમ મિનિસ્ટર ઇલેવનને 6 વિકેટથી હરાવી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રાઈમ મિનિસ્ટર ઇલેવન 43.2 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટોસ હાર્યા બાદ અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, પ્રાઈમ મિનિસ્ટર ઇલેવનની શરૂઆત ખરાબ રહી હતી. સિરાજે 5મી ઓવરમાં મેટ રેનશોને પેવેલિયન મોકલ્યો હતો. મેટ રેનશોએ 20 બોલમાં 5 રન બનાવ્યા હતા. આ પછી આકાશદીપે જેડન ગુડવિનને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી જેક ક્લેટન અને સેમ કોન્સ્ટાસ વચ્ચે ત્રીજી વિકેટ માટે 109 રનની ભાગીદારી થઈ હતી. હર્ષિત રાણાએ જેકને બોલ્ડ કરીને આ ભાગીદારી તોડી હતી. તેણે 52 બોલમાં 40 રન બનાવ્યા હતા.

આ જ ઓવરમાં રાણાએ ઓલિવર ડેવિસને પણ બોલ્ડ કર્યો હતો. ડેવિસ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. કેપ્ટન જેક એડવર્ડ્સે 1 રન બનાવ્યો હતો. સેમ હાર્પર ખાતુ પણ ખોલાવી શક્યો ન હતો. . એડન ઓ'કોનોરે 4 રન અને સેમ કોન્સ્ટાસે 107 રન બનાવ્યા હતા. જેક નિસ્બેટે 11 અને હેન્નો જેકોબ્સે 61 રન બનાવ્યા હતા. ભારત તરફથી હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી હતી. તેમજ આકાશદીપને 2 સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ IPL 2025 પહેલા મોટું એલાન, આ ઘરેલું વન ડે ટુર્નામેન્ટમાં રમતો જોવા મળશે સૂર્યકુમાર યાદવ

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prime Ministers 11 Sports India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ