બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / નવી ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીને મળી કપ્તાની, રોહિત-પંડ્યા બહાર

સ્પોર્ટ્સ / નવી ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીને મળી કપ્તાની, રોહિત-પંડ્યા બહાર

Last Updated: 06:47 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝિમ્બાબ્વે ટૂર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

રોહિત શર્માની કેપ્ટનસીમાં ટીમ ઈન્ડિયા હાલ ટી20 વર્લ્ડ કપમાં સફળતાપૂર્વક આગળ વધી રહી છે. ટીમે સેમિફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે, આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે. ઝિમ્બાબ્વે ટૂર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટી20 વર્લ્ડ કપ પૂરો થયા બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેની ટૂર પર જવાની છે. આ ટૂર દરમિયાન 5 મેચની ટી20 સિરીઝ રમાશે.

આ પ્રવાસ માટે BCCIની સિલેક્શન કમિટીએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. જેમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે શુભમન ગિલને ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાઈ છે.

shubhman-gill

હાલની ટીમમાંથી માત્ર 2 પ્લેયર્સ

હાલ ટી20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, ત્યારે વર્લ્ડ કપની ટીમમાં સામેલ 15માંથી 13 ખેલાડીઓને ઝિમ્બાબ્વે પ્રવાસમાં આરામ અપાયો છે. વર્લ્ડ કપની ટીમમાંથી માત્ર યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનની જ આ ટૂર માટે પસંદગી થઈ છે. ઉલ્લેખની છે કે ટી 20 વર્લ્ડ કપ દરમિયાન શુભમન ગિલ, આવેશ ખાન, રિંકુ સિંહ અને ખલીલ અહેમદને ટ્રાવેલિંઝ રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, તેઓ મુખ્ય ટીમનો ભાગ નહોતા. જો કે ગિલ, રિંકુ, આવેશ અને ખલીલને ઝિમ્બાબ્વે ટૂરમાં સામેલ કરાયા છે.

ગિલને તો સીધા જ કેપ્ટનની જવાબદારી સોંપાઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સિલેક્શન કમિટીએ સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને પણ આ ટૂર પર જવા માટે પૂછ્યુ હતું, પરંતુ બંને ખેલાડીઓએ આરામ માગ્યો હતો. એટલે ગિલને કેપ્ટનસી સોંપાઈ છે.

આ ખેલાડીઓને પણ મળી તક

આઈપીએલ 2024માં ધમાલ મચાવનાર ખેલાડીઓને પણ ઝિમ્બાબ્વે ટૂર માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી અભિષેક શર્મા, રિયાન પરાગ, નીતિશકુમાર જેવા નામ સામેલ છે. રિયાન પરાગે રાજસ્થાન માટે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું. રિયાન પરાગે ગત સિઝનમાં 500 કરતા વધારે રન બનાવ્યા હતા. જ્યારે નીતિશકુમારનું સિલેક્શન ઓલરાઉન્ડર તરીકે થયું છે. તેઓ આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે.

ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની ટીમ

શુભમન ગિલ (કેપ્ટન)

યશસ્વી જયસ્વાલ

ઋતુરાજ ગાયકવાડ

અભિષેક શર્મા

રિંકુ શર્મા

સંજુ સેમસન (વિકેટ કીપર)

ધ્રુવ જુરેલ (વિકેટ કીપર)

નીતિશ રેડ્ડી

રિયાન પરાગ઼

વોશિંગ્ટન સુંદર

રવિ બિશ્નોઈ

આવેશ ખાન

ખલીલ અહેમદ

મુકેશકુમાર

તુષાર દેશપાંડે

વધુ વાંચો: જો ભારત 40 કે તેનાથી વધારે રનથી હારશે તો ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધશે! જાણો સમીકરણ

ઝિમ્બાબ્વે ટૂરની ડિટેઈલ્સ (જુલાઈ 2024)

6 જુલાઈ - પહેલી T20, હરારે

7 જુલાઈ - બીજી T20, હરારે

10 જુલાઈ - ત્રીજી T20, હરારે

13 જુલાઈ - ચોથી T20, હરારે

14 જુલાઈ - પાંચમી T20, હરારે

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zimbabwe Tour Team India Shubhman Gill
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ