બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / team india squad against bangladesh t20 series

જાહેરાત / IND vs BAN: T-20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા કેપ્ટન

Juhi

Last Updated: 06:22 PM, 24 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયા વધુ એક ઘરેલૂ સીરિઝ માટે તૈયાર છે. સાઉથ આફ્રિકા પછી પડોશી દેશ બાંગ્લાદેશનો ભારત પ્રવાસ 3 નવેમ્બરથી શરૂ થશે. ગુરુવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઇ ગઇ છે.

  • 3 નવેમ્બરથી શરૂ થશે  T-20 સીરિઝ 
  • દિલ્હીમાં રમાશે પહેલી મેચ

 મુંબઇમાં સિલેક્શન કમિટીએ 3 T-20 સીરિઝ માટે 15 સભ્યોની જાહેરાત કરી છે. બીજી તરફ 2 ટેસ્ટ મેચની સીરિઝ માટે ટીમ ઇન્ડિયાએ જાહેરાત કરી દેવામાં આવી છે. T-20 સીરિઝ પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સીરિઝ હેઠળ 2 ટેસ્ટ મેચની સીરિઝની 14 નવેમ્બરથી બનાવશે.

3 નવેમ્બરથી રમાવવામાં આવનારી 3 મેચની T-20 સીરિઝ માટે કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. સિલેક્શન કમિટીએ વિરાટ કોહલી પર નિર્ણય છોડ્યો હતો કે તે બ્રેક લેવા ઇચ્છે છે કે પછી રમવા માંગે છે. છેવટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બ્રેક લીધો છે. વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરશે. T-20 ઇન્ટરનેશનલમાં રોહિતની કેપ્ટન્સીમાં રેકોર્ડ સારો છે. તેની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ 15 મેચમાંથી 12 જીત મેળવી છે. 

આ છે શેડ્યુલ:

  • 3 નવેમ્બર- પ્રથમ T20 મેચ.
  • 7 નવેમ્બર- બીજી T20 મેચ.
  • 10 નવેમ્બર- ત્રીજી T20 મેચ.
  • 14 નવેમ્બર પ્રથમ ટેસ્ટ મેચ.
  • 22 નવેમ્બર બીજી ટેસ્ટ મેચ.

T-20 ટીમ ઇન્ડિયા

રોહિત શર્મા, શિખર ધવન, કેએલ. રાહુલ, સંજૂ સૈમસન, શ્રેયષ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ક્રૂણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, દીપક ચાહર, ખલીલ અહમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર 

 

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા:

 વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા,  અંજિક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ઘિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમન ગીલ અને રિષભ પંત.

 

સંકળાયેલા મુદ્દાઓ

Bangladesh Cricket T20 Series Team India sports annoucement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ