ધર્મશાલા: ધર્મશાલા ખાતે શ્રીલંકન બોલર્સની કાતિલ બોલિંગ સામે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ હથિયાર હેઠા મૂકીને રીતસર શરણાગતિ સ્વિકારી લીધી હતી. HPCS સ્ટેડિયમમાં ભારતીય ટીમની નબળાઇ વધુ એક વખત સામે આવી હતી. શ્રીલંકાના બોલર સુરંગા લકમલની બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા નહતો અને એક બાદ એક વિકેટ પડી ગઇ હતી.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે ટીમ ઇન્ડિયાએ તેની ઇનિંન્ગસમાં કુલ 13 મેઇડન ઓવર રમી હતી. ભારતીય ટીમ 38.2 ઓવરમાં માત્ર 112 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ દરમિયાન 13 એવી ઓવર રહી હતી જેમાં ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો એક પણ રન બનાવી શક્યા નહતા. શ્રીલંકા તરફથી લકમલ અને નુઆન પ્રદીપે સૌથી વધુ 4 4 મેઇડન ઓવર ફેંકી હતી. 43 વર્ષના પોતાના વન ડે ઇતિહાસમાં ભારતનું આ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું.
આ અગાઉ 1975 ના વર્લ્ડકપ દરમિયાન પહેલી મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સ ખાતે 12 મેઇડન ઓવર રમી હતી. આ મેચમાં સુનીલ ગાવાસ્કરે નોટઆઉટ 36 રન બનાવ્યા હતા અને ઇનિંન્ગસની શરૂઆતથી અંત સુધી મેદાન પર ટકી રહ્યા હતા.