બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:59 PM, 29 November 2024
ભારતીય ક્રિકેટ ટીમની નવી વન ડે જર્સી જાહેર થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ અને વિમેન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરની હાજરીમાં નવી જર્સી લોન્ચ કરવામાં આવી. ટીમ ઈન્ડિયાની નવી વન ડે જર્સીમાં ઘણી ચીજો દેખાશે. આમાં ખભા પર તિરંગો બનેલો છે. હરમનપ્રિતે જર્સી લોન્ચ બાદ તેની ખાસિયત પણ જણાવી. BCCIએ આનો વિડીયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
BCCI એ નવી જર્સીનો વિડીયો X અને ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. હરમનપ્રીત કૌર વિડીયોમાં જોવા મળી. તેને જર્સીની ખૂબીઓ પણ જણાવી. તેને કહ્યું કે, 'મારી માટે આ સન્માનની વાત છે કે મારી હાજરીમાં નવી જર્સી પરથી પડદો ઉઠ્યો છે. હું આના લુકથી ખૂબ ખુશ છું. સ્પેશ્યલી ખાંભા પર જે તિરંગો બન્યો છે, તેનાથી ખૂબ ખુશ છું.'
ટીમ ઈન્ડિયા ક્યારે પહેરશે નવી જર્સી
વિમેન્સ ટીમ ઈન્ડિયા પહેલી વાર વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ નવી જર્સી પહેરશે. વેસ્ટઈન્ડિઝ ની ટીમ ડિસેમ્બરમાં ભારત પ્રવાસે આવશે. ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ત્રણ વન ડે અને ત્રણ T20 મેચની સીરિઝ રમાશે. T20 સિરીઝ 15 ડિસેમ્બરથી શરૂ થશે. આ શ્રેણીની તમામ મેચ મુંબઈમાં રમાશે. વન ડે સીરિઝ 22 ડિસેમ્બરથી શરૂ થશે. આ સિરીઝની તમામ મેચ વડોદરામાં રમાશે.
આ પણ વાંચોઃ વાહ! આવો કેચ તમે જીવનમાં નહીં જોયો હોય, દર્શકો જોઇને ચોંકી ઉઠ્યાં, જુઓ Video
વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ નવી જર્સીમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા
ભારતીય વિમેન્સ ટીમ ત્રણ મેચની વન ડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસે જશે. ટીમ ઈન્ડિયા આ સીરીઝ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે 5મી ડિસેમ્બરે અને બીજી 8 મી ડિસેમ્બરે રમાશે. આ બંને મેચ બ્રિસ્બેનમાં રમાશે. ત્રીજી મેચ 11 ડિસેમ્બરે પર્થમાં રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.