ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝ જીતી લીધી છે. ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પણ પ્રવેશ કરી લીધો છે. હવે ભારતીય ટીમ મિશન વન ડે વર્લ્ડ કપ પર છે. જે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમવામાં આવશે.
ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્લ્ડ કપ પણ ભારતમાં જ જીત્યો હતો. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીનીન કેપ્ટનસી વાળી ભારતીય ટીમે શ્રીલંકાને 6 વિકેટથી હરાવી હતી. એવામાં રોહિત શર્માની કેપ્ટનસી વાળી ભારતીય ટીમને પોતાની તૈયારી પણ પુરી રાખવી પડશે. કારણ કે ભારતીય ફેંસની આશા છે કે ઈતિહાસ ફરી રિપીટ થશે.
વર્લ્ડ કપ પહેલા શું છે ટીમ ઈન્ડિયાનો રોડમેપ...
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વન ડે સીરિઝથી મિશનની શરૂઆત
રાહુલ દ્રવિડની કોચિંગ વાળી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વન ડે સીરિઝથી પોતાના વર્લ્ડ કપ અભિયાનનો આગાઝ કરશે. ટીમને વર્લ્ડ કપ પહેલા ઓછામાં ઓછા 14 વન ડે મેચ રમવાના છે.
તેમાં 9 દ્વિપક્ષીય સીરિઝના અને 5 એશિયા કપની મેચ હશે. જો ભારત એશિયા કપના ફાઈનલમાં પહોંચી જાય છે તો આ મેચ વધારે વધી જશે.
17 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝની પહેલી મેચ
ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ વન ડે સીરિઝની પહેલી મેચ 17 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવવામાં આવશે. 5 વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પોતાના નિયમિત કેપ્ટન પેટ કમિંસ વગર મેદાનમાં ઉતરી રહી છે.
પરંતુ ઈજા બાદ વાપસી કરી રહેલા ગ્લેન મેક્સવેલ અને મિચેલ માર્શ ટીમનો ભાગ હશે. ટીમની આગેવાની સ્ટીવ સ્મિથ કરશે.
જુલાઈમાં વસ્ટઈન્ડિઝ પ્રવાસ
ઓસ્ટ્રેલિયાથી સીરિઝ રમ્યા બાદ ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ વન ડે સીરિઝ રમવા જશે. જ્યાંથી બોર્ડથી સહમતિ મળ્યા બાદ ભારતીય ટીમને સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનમાં એશિયા કપ રમવાનું રહેશે. એશિયા કપ બાદ રોહિત આર્મી પોતાના ઘરમાં કાંગારૂઓથી 3 મુકાબલાઓની વધુ એક સીરિઝ રમશે.
ભારતીય ટીમમાં સ્ટાર પરફોર્મર્સ
ભારતીય ટીમ બેટિંગ અને બોલિંગ બન્ને જ ક્ષેત્રમાં દમદાર પ્રદર્શનની સાથે ફિલ્ડિંગમાં પણ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. ટીમના ટોપ અને મિડલ ઓર્ડરમાં જ રોહિત શર્મા, સુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા બોલર છે. તો લોઅર ઓર્ડરની કમાન હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડરની પાસે છે.
બોલરની વાત કરીએ તો ઘરેલુ પિચો પર યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની સાથે અક્ષર પટેલ પણ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. સીમર્સની આગેવાની જસપ્રીત બુમરાહ કરશે. તેની સાથે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ અને શાર્દુલ ઠાકુર જેવા બોલર્સ રહેશે.
મોટી મેચોમાં ચોક કરી રહી ટીમ ઈન્ડિયા
પાછલા અમુક વર્ષોથી ટીમ ઈન્ડિયા મોટી મોચોમાં ચોક કરી રહી છે. છેલ્લા બે વર્લ્ડ કપથી આપણે ટોપ-4ની મેચોમાં હારીને બહાર થઈ રહ્યા છે. એવામાં રોહિતના સામે આ ટ્રેન્ડ બદલવાનો પડકાર રહેશે.