Team India lost the ODI series at home due to these players from the star batsman to the all rounder disappointed the fans
ક્રિકેટજગત /
આ ખેલાડીઓના લીધે ટીમ ઇન્ડિયા ઘરઆંગણે હારી ODI સિરીઝ, સ્ટાર બેટ્સમેનથી લઇને ઑલરાઉન્ડરે કર્યા ચાહકોને નિરાશ
Team VTV10:38 AM, 23 Mar 23
| Updated: 10:46 AM, 23 Mar 23
ભારતે ત્રીજી વનડે મેચમાં 21 રનોથી હારનો સામનો કરવો પડ્યો. તેની સાથે જ ટીમ ઈન્ડિયાએ સીરિઝ 2-1થી ગુમાવી છે.
21 રનોથી ભારતની થઈ હાર
ટીમ ઈન્ડિયાએ 2-1થી ગુમાવી સીરિઝ
ઇન્ડિયા ઘરઆંગણે હાર્યું ODI સિરીઝ
ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી વનડેમાં 21 રનોથી હારનો સામનો કરવો પડ્યો છે. તેની સાથે જ ટીમ ઈન્ડિયાને વન ડે સીરિઝમાં 2-1થી હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ વન ડે મેચોની સીરિઝમાં ભારત માટે ઘણા સ્ટાર ખેલાડીઓએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે.
આ પ્લેયર્સના ખરાબ ફોર્મનું નુકસાન ભારતે હારનો સામનો કરી ઉઠાવવું પડ્યું છે. વન ડે સીરિઝમાં આ ખેલાડીઓ ખરાબ રીતે ફ્લોપ રહ્યા. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે.
ફ્લોપ રહ્યા આ સ્ટાર બેટ્સમેન
ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગીલે સીરિઝની ત્રણેય મેચોમાં ઓપનિંગ કરી. પરંતુ તે ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત આપવામાં ખરાબ રીતે નિષ્ફળ સાબિત થયો. તેના બેટથી રન બનાવવું મુશ્કેલ થઈ રહ્યું હતું. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વન ડે સીરિઝમાં તેમનું બેટ સારૂ પ્રદર્શન ન કરી શક્યું.
પહેલી વન ડે મેચમાં તેણે 20 રન, બાજી વનડેમાં જીરો રન અને ત્રીજી વનડેમાં 37 રનોની ઈનિંગ રમી. તેના જલ્દી આઉટ થતા જ આવનાર બેટર પર દબાણ વધી જાય છે. જેનાથી ટીમ ઈન્ડિયાને બેટિંગમાં નુકસાન થયું.
આ ઓલરાઉન્ડરે કર્યા નિરાશ
અક્ષર પટેલને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી વનડેમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ રમવાની તક મળી. પરંતુ તે પોતાની રમતથી ઈમ્પ્રેસ કરવામાં સફળ ન થયા. બેટિંગમાં તે મોંઘી સાબિત થયા અને બેટિંગમાં તે ખાસ પ્રદર્શન ન કરી શક્યા.
બીજી વનડેમાં તેમણે 2 ઓવરમાં 25 રન આપ્યા અને તે એક પણ વિકેટ મેળવી ન શક્યા. ત્યાં જ તેના બેટથી 29 રન બન્યા. સીરિઝના ડિસાઈડર મેચમાં તેમણે 8 ઓવરમાં 57 રન આપ્યા અને 57 રન આપ્યા અને વિકેટ મેળવી. ત્રીજા વનડેમાં તેમણે ફક્ત 2 રન બનાવ્યા.
આ પ્લેયર્સ પાસે હતી આશા
વન ડે સીરિઝના પહેલા વનડે મેચમાં રવીન્દ્ર જાડેજાએ જરૂર 45 રનોની ઈનિંગ રમી. પરંતુ ચે બોલિંગમાં બિલકુલ સારૂ પ્રદર્શન ન કરી શક્યા. તેમણે પહેલી વનડે મેચમાં 9 ઓવરમાં 46 રન આપ્યા અને 2 વિકેટ લીધી.