બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
Last Updated: 03:37 PM, 18 February 2025
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે દુબઈ પહોંચેલી ટીમ ઈન્ડિયા હાલમાં નેટ્સમાં પરસેવો પાડી રહી છે. ટીમના બધા ખેલાડીઓ નેટ પર સખત મહેનત કરી રહ્યા છે. હવે મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે ભારતીય ખેલાડીઓએ બીજા દિવસે નેટ પ્રેક્ટિસ દરમિયાન લગભગ 200 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન, ઘણા બોલ બીજા મેદાનમાં પડ્યા. ત્રણ કલાકની નેટ પ્રેક્ટિસ દરમિયાન ટીમ ઈન્ડિયાના બધા બેટ્સમેનોએ એક શોટ બીજા કરતા સારો રમ્યો અને શાનદાર બેટિંગ કરી.
ADVERTISEMENT
ત્રણ કલાકમાં 200 છગ્ગા ફટકાર્યા
ભારતીય ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટ માટે કોઈ કસર છોડવા માંગતા નથી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલ જેવા બેટ્સમેનોએ નેટમાં બેટિંગની પ્રેક્ટિસ કરી જ નહીં, પરંતુ આખી ટીમ બેટિંગ કરતી જોવા મળી. વાઇસ-કેપ્ટન અને ઓપનર શુભમન ગિલે સૌથી વધુ બેટિંગની પ્રેક્ટિસ કરી. આ ટીમ ઈન્ડિયાની કોઇ સામાન્ય પ્રેક્ટિસ ન હતી. ટીમના તમામ ખેલાડીઓએ મળીને લગભગ 200 છગ્ગા ફટકાર્યા. ત્રણ કલાકની પ્રેક્ટિસમાં, ભારતીય બેટ્સમેને દિલ જીતી લીધા હતા.
ADVERTISEMENT
બીજા મેદાન પર પહોચ્યા બોલ
ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન દુબઈમાં આઈસીસી ક્રિકેટ એકેડેમીમાં ચાલી રહ્યું છે. ભારતીય ટીમની વિસ્ફોટક બેટિંગ જોઈને ટુર્નામેન્ટની બાકીની સાત ટીમોમાં પણ ડર પેદા થયો હશે. ટીમ ઈન્ડિયા ODI ટુર્નામેન્ટ માટે T20ની મેચ હોય તે રીતે રમતી જોવા મળી હતી. રોહિત, વિરાટ, ગિલ અને શ્રેયસ ઐયર જેવા મુખ્ય બેટ્સમેન ઉપરાંત, અક્ષર પટેલ અને વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે પણ જોરદાર બેટિંગનો અભ્યાસ કર્યો. મોહમ્મદ શમી પણ બેટિંગ કરવા આવ્યો અને 100 મીટર સુધીના છગ્ગા ફટકાર્યા. આ સમય દરમિયાન, ભારતીય ખેલાડીઓએ ઘણા બોલ બીજા મેદાનમાં મોકલ્યા.
આ પણ વાંચોઃ બુમરાહ બાદ ભારતને બીજો ફટકો! દુબઈ પ્રેક્ટિસમાં આ સ્ટારને ગંભીર ઈજા, ચેમ્પિયન્સ ટ્રોફી પર પ્રશ્નાર્થ
શમી અને હાર્દિકની ધુઆધાર બોલિંગ
બેટિંગ ઉપરાંત, ભારતીય ખેલાડીઓએ બોલિંગમાં પણ પરસેવો પાડ્યો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી અને તેણે પોતાના બોલથી વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. તેને એકસ્ટ્રા બાઉન્સ મળી રહ્યો હતો. જ્યારે મોહમ્મદ શમીએ પણ શાનદાર બોલિંગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.