Monday, June 24, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

WC 2019 / 'વર્લ્ડકપમાં જલ્દી પરત ફરશે શિખર ધવન': કોચ સંજય બાંગર

'વર્લ્ડકપમાં જલ્દી પરત ફરશે શિખર ધવન': કોચ સંજય બાંગર

ટીમ ઇન્ડિયાનો સલામી બેટ્સમેન શિખર ધવનની ઇજાને લઇને સતત ચર્ચા થઇ રહી છે. ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરે કહ્યુ કે, ''ધવન 10-12 દિવસમાં ઠીક થઇને ટીમમાં પરત ફરશે અને રિષભ પંત મૈનચેસ્ટરમાં હશે.''

તેમણે આગળ કહ્યુ કે, ''અમે શિખર ધવનની ઇજાને દેખરેખ કરી રહ્યા છીએ, તેણે ઠીક થવામાં 10-12 દિવસ લાગશે, અમે મદદ કરીશું. જો આવશ્યક હશે તો વિજય શંકરને અમે વિકલ્પ તરીકે લઇ શકીએ છીએ. બેકઅપ તરીકે ખિલાડીને તૈયાર રાખવુ જરૂરી છે. રિષભ પંત મૈનચેસ્ટરમાં હશે.''

 

તમને જણાવી દઇએ કે, યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ઇજાગ્રસ્ત બેટ્સમેન શિખર ધવનની વિકલ્પ તરીકે ઇંગ્લેન્ડ માટે રવાના થઇ ચૂક્યો છે. પરંતુ ટીમ મેનેજમેન્ટે કોઇ પણ પ્રકારના બદલાવ માટે ઇન્કાર કરી દીધો છે. આજ કારણે શિખર ધવનને ઇંગ્લેન્ડમાં જ રાખવાની વાત કરવામાં આવી છે, તે BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે.

હાલમાં શિખર ધવન ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે થનારી 2 મેચમાં રમી નહી શકે, કોચ સંજય બાંગર પહેલા BCCIએ કહ્યુ કે, ''ધવન આ સમયે BCCIvની મેડિકલ ટીમની દેખરેખમાં છે. ટીમના મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે કે, ધવન ઇંગ્લેન્ડમાં જ રહેશે અને ઇજા પર ધ્યાન આપવામાં આવશે.''

 

શિખર ધવને રવિવારે ઓસ્ટ્રેલિયાની સામે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં શાનદાર 117 રન કર્યા અને મેન ઑફ ધ મેચ પસંદ કરાયો. ટીમ ઇન્ડિયાએ આ મેચ 36 રને જીતી. આ મેચમાં બેટિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયા બૉલર નાથન કૂલ્ટર નાઇલની એક બૉલ ધવનના અંગૂઠા પર ઇજા થઇ હતી. આ કારણ પોતાની ઇનિંગ પછી ધનન ડ્રેસિંગ રૂમમાં બેઠો રહ્યો હતો અને બરફથી ઇજાની ઠીક કરી રહ્યો હતો, ત્યારે ફિલ્ડિંગ માટે આવ્યો નહતો તેની જગ્યાએ જાડેજાએ ફિલ્ડિંગ કરી.

આ પહેલા સમાચાર આવ્યા કે, ધવનની ઇજા ઠીક થવામાં 3 અઠવાડિયા લાગી શકે છે.એવામાં કોચ સંજય બાંગર અનુસાર 10-12 દિવસમાં ઠીક થઇ જશ જે ટીમ ઇન્ડિયા માટે મોટી રાહત હશે.

sports Cricket World Cup 2019 Team India Shikhar Dhawan

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ