ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઇન્ડિયા ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમના સત્તાવાર સ્પોન્સર Nike દ્વારા પૂરી પાડવામાં આવેલી નીચા સ્તરની કિટ પર તેમની નિરાશા વ્યક્ત કરી હતી. જ્યારે આ વખતે ખિલાડીઓએ સીએઓએ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ સાથે Nike 2006 સાથે જોડાયેલુ છે. જ્યારે Nike કંપની ખેલનો સામાન બનાવામાં સૌથી લોકપ્રિય કંપની છે. BCCI અધિકારી દ્વારા રાહુલ જોહરી અને રત્નાકર શેટ્ટીને સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિ
(CEO)ની સમક્ષ Nikeની ફરીયાદ કરવામાં આવી છે.
Nike ઇન્ડિયા 2016માં ભારતીય ક્રિકેટ ટીમની સાથે પ્રાયોજનના 2020 સુધી બરકરાર રાખવા માટે 370 કરોડ રૂપિયા ચુકવામાં આવ્યા હતા. Nike દ્વારા 1લી જાન્યુઆરી 2016 થી 2020 સુધી કરાર કરવામાં આવ્યું છે અને પ્રતિ મેચ 87 લાખ 34 હજાર રૂપિયા ચુકવામાં આવે છે.
બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું કે Nikeના અધિકારીઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી. જ્યારે હાલમાં ભારતીય ટીમમાં જર્સી પર સ્માર્ટ ફોન કંપની Oppoનું નામ લખવામાં આવ્યું હતું.