બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સ્પોર્ટસ / Cricket / હાર્દિક પંડયા અને નતાશાના તલાક, ક્રિકેટરે ઈન્સટા પોસ્ટ કરી કર્યું કન્ફર્મ, લખ્યો દર્દભર્યો મેસેજ
Last Updated: 09:50 PM, 18 July 2024
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા સમાચાર જાહેર કર્યા હતા. હાર્દિક પંડ્યાએ ફેન્સને જણાવ્યું કે તે તેના 4 વર્ષના લગ્નજીવનનો અંત લાવી રહ્યો છે. હાર્દિક અને નતાશાએ સાથે મળીને નિર્ણય લીધો છે કે તેઓ હવે અલગ થઈ જશે. હાર્દિકે કહ્યું કે બંનેએ પોતાના સંબંધોને બચાવવા માટે ઘણી કોશિશ કરી પરંતુ અંતે બંનેએ એકબીજાના ભલા માટે આ નિર્ણય લીધો. હાર્દિકે કહ્યું કે છૂટાછેડાનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે તેઓએ એકસાથે ખુશીઓ વહેંચી હતી, સારા અને ખરાબ સમયમાં એકબીજાને સાથ આપ્યો હતો, તેઓ એક પરિવારની જેમ રહેતા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્ન મે 2020માં થયા હતા. લોકડાઉન દરમિયાન બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. જુલાઈ 2020 માં, બંને એક પુત્રના માતાપિતા બન્યા, જેનું નામ અગસ્ત્ય છે. તેમના પુત્રના જન્મના ત્રણ વર્ષ પછી, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ફેબ્રુઆરી 2024 માં હિંદુ અને ખ્રિસ્તી રિવાજો મુજબ ખૂબ જ ધામધૂમથી ફરીથી લગ્ન કર્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT