બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / teacher house in liquor police arrested

દાહોદ / લ્યો બોલો! ભાવિ નાગરિકનું ઘડતર કરનાર શિક્ષકના ઘરેથી ઝડપાયો દારૂનો જથ્થો

Divyesh

Last Updated: 11:13 AM, 2 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો હોય. પરંતુ રાજ્યમાં દારૂબંધીની દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. કચ્છ, સુરત, ભરૂચ અને પાટણમાં હાલમાં જ દારૂબંધીના ધજાગરા ઉડેલા જોવા મળ્યાં હતા. જો કે આજે તો હદ પાર જોવા મળી છે. જેમના હાથમાં દેશનું  ભવિષ્ય છે એવા શિક્ષકના ઘરમાંથી જ દારૂનો જથ્થો પકડતાં બાળકોના ભવિષ્યને લઇને સવાલો ઉભા થઇ રહ્યાં છે.

  • પ્રાથમિક શાળાના શિક્ષકના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • હોળીના તહેવારને લઇ જથ્થો સંગ્રહી રાખવાની મળી હતી પોલીસને મહિતી
  • સુખસર પોલીસે બે લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

રાજ્યમાં દારૂબંધી હોય ત્યારે દારૂ રાખવા, વેચવા કે ખરીદવા પર પ્રતિબંધ હોય છે. પરંતું છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં દારૂની રેલમછેલની ઘટનાઓ સામે આવી છે. આવી જ એક ઘટના દાહોદમાં પણ બની છે. 

 

દાહોદમાં શિક્ષકના ઘરેથી જ દારૂનો જથ્થો મળી આવ્યો છે. એક શિક્ષક જે ભાવિ નાગરિકતાનું ઘડતર કરે છે. એક શિક્ષક જેની પાસે સમાજને ઘણી અપેક્ષા હોય છે. 

આમ રાજ્યના એક શિક્ષકના જ ઘરેથી દારૂનો જથ્થો મળી આવતાં અનેક સવાલ ચોક્કસ ઉભા થાય છે. જો શિક્ષક જ આવી હરકત કરશે તો આદર્શ સમાજની અપેક્ષા કોની પાસે રાખી શકાય. જે એક સવાલ સ્વાભાવિક થાય તેમ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Dahod Gujarati News Police liquor teacher ગુજરાતી ન્યૂઝ દારૂ દાહોદ ધરપકડ શિક્ષક dahod
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ