બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:59 PM, 3 August 2024
એમપીના ઈન્દોરમાં એક સરકારી સ્કૂલમાં ટીચરે 7 વિદ્યાર્થીઓના કપડાં ઉતરાવતાં વાલીઓએ મોટો હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની ગંભીર નોંધ લેતાં કલેક્ટરે અને જિલ્લા શિક્ષણાધિકારીએ આરોપી ટીચરની બદલી કરી નાખી હતી.
ADVERTISEMENT
કપડાં ઉતારવા બાથરુમ લઈ ગયો
મલ્હારગંજની સ્કૂલમાં પરીક્ષા ચાલતી હતી. આ દરમિયાન મોબાઈલન રિંગ વાગતાં ટીચરને શક પડ્યો કે છોકરીઓ મોબાઈલ લઈને પરીક્ષા આપવા આવી છે આથી શિક્ષકે 7 વિદ્યાર્થીનીઓને બાથરુમમાં લઈ ગયો હતો અને બધાના કપડાં ઉતારીને ચેક કર્યું હતું. આરોપી ટીચરે એક પછી છોકરીઓના કપડાં ઉતારીને મોબાઈલ છે કે નહીં તેની તલાશી લીધી હતી. વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના વિરોધ વગર આરોપી ટીચરે જે કહ્યું તેમ કર્યું હતું.
ADVERTISEMENT
વાલીઓનો હોબાળો, આરાપી ટીચર ટ્રાન્સફર
જ્યારે વિદ્યાર્થિનીઓએ આ વાત તેમના પરિવારજનોને જણાવી તો પરિવારના સભ્યો સ્કૂલમાં પહોંચ્યા અને હંગામો મચાવવા લાગ્યા. પ્રિન્સિપાલને કહ્યું- જો કોઈ વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે મળી આવે તો પ્રિન્સિપાલ અને વાલીઓને ફરિયાદ કરવી જોઈએ. નિયમો અને કાયદાઓ વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. પરંતુ છોકરીઓને આ રીતે કપડાં ઉતારવા મજબૂર કરવું યોગ્ય નથી. આ કામ શિક્ષકની ગંદી વિચારસરણી દર્શાવે છે. જે વિદ્યાના મંદિરમાં યોગ્ય નથી. આ ઘટનાની ગંભીર નોંધ લેતા આરોપી ટીચરની બદલી કરી નાખવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.