બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ચાના શોખીનોને ઝટકો! ખર્ચવા પડશે વધારે રૂપિયા, કંપનીઓ ભાવમાં કરશે વધારો

ભારે કરી.. / ચાના શોખીનોને ઝટકો! ખર્ચવા પડશે વધારે રૂપિયા, કંપનીઓ ભાવમાં કરશે વધારો

Last Updated: 07:03 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ચા પીવાના શોખીન છો તો તમારા ખિસ્સા પરનો બોજ વધી જશે. મોટી કંપનીઓ પેકેજ્ડ ચાના ભાવ વધારવા પર વિચાર કરી રહી છે. જાણો આ પાછળનું કારણ...

તમને ખ્યાલ જ હશે કે ભારતના લોકોની સવાલ ચા વગર ન પડે. દેશના મોટાભાગના લોકો ચા પીવાનું પસંદ કરે છે. દેશમાં ચા વેચતી બે મોટી કંપનીઓ એટલે કે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) ટૂંક સમયમાં જ ચાના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. એક અહેવાલ મુજબ, ચાનો ઘટતો સ્ટોક અને વધતી કિંમત તેની કિંમતો પર અસર કરી શકે છે અને ટૂંક સમયમાં મોટી કંપનીઓ તેની કિંમતોમાં વધારો કરી શકે છે. તેની સીધી અસર સુપરમાર્કેટમાં ઉપલબ્ધ ચાના ભાવ પર પડશે અને ગ્રાહકોને વધુ પૈસા ખર્ચવા પડશે.

tea-coffee-simple

ચાના ભાવમાં વધારો થઈ શકે

ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ હવે ચા ખરીદવા માટે 23 ટકા વધુ પૈસા અને HUL 45 ટકા વધુ પૈસા ખર્ચી રહી છે. હવે બંને કંપનીઓ તેમના નફાના માર્જિનને જાળવી રાખવા માટે ચાના ભાવમાં વધારો કરી શકે છે. નિષ્ણાતોના મતે 1 થી 3 ટકાનો વધારો ગ્રાહકોને એટલી અસર કરશે નહીં, પરંતુ તેનાથી વધુ વધારો ચાની માંગને અસર કરી શકે છે. આ સાથે ઘણી પ્રીમિયમ લોકર બ્રાન્ડ્સે તેમની કિંમતો વધારી દીધી છે. ચાના ભાવમાં વધારો કરતી વખતે કંપનીઓએ તેમના નફા અને ગ્રાહકોના ખિસ્સા બંનેનું ખાસ ધ્યાન રાખવું પડશે.

Tea (8)

પેકેજ્ડ ચા વેચતી FMCG કંપનીઓ ટાટા કન્ઝ્યુમર અને હિન્દુસ્તાન યુનિલિવર તેમની આવકનો મોટો હિસ્સો ચાના વેચાણ દ્વારા કમાય છે. આંકડા અનુસાર, HULની કમાણીનો 25 ટકા હિસ્સો ચાનો છે. જ્યારે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ તેના પીણાંના કારોબારના 58 ટકા ચાના બિઝનેસમાંથી પૂરા કરે છે. પરંતુ ખાસ વાત એ છે કે બંને કંપનીઓ તેમની ચાથી થતી આવક અંગે અલગથી ખુલાસો કરતી નથી. આવી સ્થિતિમાં ચાના કારોબાર પર આ વધારાની કેટલી અસર પડશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ સિઝનમાં ચાની કિંમતમાં વધારો થયો છે અને તેની સીધી અસર ચાના ખરીદ ભાવ પર જોવા મળી રહી છે. ચા કોમોડિટી લિન્ક્ડ કેટેગરીમાં આવે છે, તેથી કંપનીએ તેની કિંમતો પર નજર રાખવી જરૂરી બની ગઈ છે. કંપની તેના ગ્રાહકો અને તેના નફા બંને વિશે વિચારશે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ટાટા ટી, ટીપીગ્સ અને ટાટા સ્ટારબક્સ જેવી વિવિધ બ્રાન્ડનું સંચાલન કરે છે. જ્યારે લિપ્ટન, તાજમહેલ, બ્રુક બોન્ડ અને બ્રુ જેવી બ્રાન્ડ HUL હેઠળ આવે છે.

વધુ વાંચો : દૂધમાંથી બનેલી ચા પીવી જોઈએ કે નહીં? જાણીલો શરીર પર શું અસર થાય છે

ચાના ઉત્પાદનમાં ઘટાડો થયો

આસામ અને પશ્ચિમ બંગાળ દેશમાં સૌથી વધુ ચા ઉત્પાદક રાજ્યો છે. બંને રાજ્યોમાં ચાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેની અસર આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધી ચાના ઉત્પાદન પર જોવા મળી રહી છે. છેલ્લા છ મહિનામાં દેશમાં ચાનું કુલ ઉત્પાદન 13 ટકા ઘટીને 5.53 ટન થયું છે. તેની અસર હવે ચાના ભાવ પર જોવા મળી રહી છે. ઇન્ડિયન ટી એસોસિએશનના ડેટા અનુસાર, ઉત્તરના રાજ્યોમાં ચાની હરાજીના ભાવમાં 21 ટકા અને દક્ષિણના રાજ્યોમાં 12 ટકાનો વધારો થયો છે. ઉત્તર ભારતમાં ચાની કિંમત 255 રૂપિયા અને દક્ષિણમાં 118 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ કારણોસર ટાટા અને HUL જેવી કંપનીઓએ તેમની ખરીદેલી ચાની માત્રામાં ઘટાડો કર્યો છે. તેની સાથે કંપનીના પ્રોફિટ માર્જિન પર પણ તેની અસર જોવા મળી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટાટા હવે હરાજી કેન્દ્રને બદલે સીધા ખેતરોમાંથી ચા ખરીદવાનું પસંદ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TCPL Tea HUL
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ