બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 09:18 PM, 25 January 2021
ADVERTISEMENT
સોમવારે ટાટા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ) કંપની મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડ.ને પાછળ ધકેલીને દેશની પહેલા નંબરની મૂલ્યવાન કંપની બની હતી પરંતુ તેની આ સિદ્ધી થોડો સમય પૂરતી ટકી હતી.કારણ કે બપોરના કારોબારના અંતે રિલાયન્સ ફરી વાર ટોચના સ્થાને આવી ગઈ હતી. સોમવારે રિલાયન્સના શેર્સમાં મોટાપાયે ધોવાણ થતા તે બીજા સ્થાને આવી ગઈ હતી. બપોરના કારોબાર દરમિયાન ટીસીએસના શેર્સમાં 1.26 ટકાનો વધારો થતા બીએસઈ પર એક શેરનો ભાવ રૃ. 3,345.25 બોલાયો હતો જેને કારણે કંપનીનું માર્કેટ કેપ 12.55 લાખ કરોડને પાર પહોંચ્યું હતું.
5 ટકાના મોટો ઘટાડા સાથે રિલાયન્સના એક શેરનો ભાવ રૃ. 1950.30 બોલાઈ રહ્યો હતો. વિશ્વની સૌથી મોટી રિફાઈનિંગ કંપનીના ઓઈલ ટુ કેમિકલ ડિવિઝનના કારોબારમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ રીતે બીએસઈ પર રિલાયન્સનું માર્કેટ કેપ ટીસીએસના 12.55 લાખ કરોડ કરતા ઓછું 12 લાખ કરોડ રહ્યું હતું. આ પહેલા 16 સપ્ટેમ્બરે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર એક શેરનો ભાવ રૃ. 2369.35 ટ્રેન્ડીંગ થયો હતો તેને કારણે રિલાયન્સ ઈન્ડનું માર્કેટ કેપ 14.58 લાખ કરોડની ઓલ ટાઈમ હાઈની સપાટીને સ્પર્શ્યું હતું.
ડિસેમ્બર 2020 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં રિલાયન્સ ઈન્ડ.નો ચોખ્ખો નફો 13 ટકા વધીને 13,101 કરોડ રહ્યો હતો. એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં રિલાયન્સનો ચોખ્ખો નફો રૃ. 11,640 કરોડ હતો.
ADVERTISEMENT
ટીસીએસ ગત વર્ષના ઓક્ટોબરમાં Accenture ને પછાડીને દુનિયાની સૌથી મૂલ્યવાન આઈટી સર્વિસિસ કંપની હતી. માર્ચ 2020 થી ટીસીએસના શેર્સમાં 80 ટકાનો વધારો નોંધાયો હતો.ડિસેમ્બર ત્રિમાસિકના શાનદાર કામકાજને કારણે તાજેતરના સમયમાં તેના શેર્સમાં તેજી આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT