બ્રેકિંગ ન્યુઝ
VTV / Taxpayers Not Linking PAN with Aadhaar by March 31 Would Be Required to Pay Penalty
Hiralal
Last Updated: 05:47 PM, 30 March 2022
ADVERTISEMENT
આધાર અને પાન કાર્ડ લિંક કરવાની તારીખ અનેક વાર લંબાવ્યા બાદ હવે કેન્દ્ર સરકારે દંડની જાહેરાત કરી છે. સીબીડીટીએ એક જાહેરનામું બહાર પાડીને 31 માર્ચ સુધીમાં આધાર-પાન કાર્ડ લિંક કરાવવાનું અન્યથા દંડ ચુકવવાનું જણાવ્યું છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું છે કે 31 માર્ચ 2022 સુધીમાં આધાર અને પાન કાર્ડ ન લિંક કરાવતા લોકોને 500થી 1000 રુપિયાનો દંડ થશે. આધાર સાથે પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે. જો આ તારીખ સુધીમાં આ કામ ન કર્યું તો પાન કાર્ડ રદ પણ થઈ શકે છે.
Taxpayers not linking PAN with Aadhaar by March 31 would be required to pay penalty ranging from Rs 500 to Rs 1,000: Income Tax dept
— Press Trust of India (@PTI_News) March 30, 2022
ADVERTISEMENT
31 માર્ચ બાદ 500 અને 1000 રુપિયાનો દંડ થશે
એક નોટિફિકેશન જારી કરતા સીબીડીટીએ કહ્યું કે 31 માર્ચ બાદ જો આધાર-પાન લિંક કરવાની જાણ ન કરી તો 500 રુપિયાની લેટ ફી લાગશે.આગામી 3 મહિના અથવા જુન 30,2022 સુધીમાં આધાર પાન લિંક કરવામાં આવ્યું હોય તો આ દંડ થશે. આ સમયગાળા બાદ દંડ તરીકે કરદાતાઓએ 1,000 રુપિયા ચુકવવા પડશે.
જાણો ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું નોટિફિકેશન
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નોટિફિકેશન અનુસાર, 1 એપ્રિલ 2022 પછીના પહેલા ત્રણ તબકામાં 500 રુપિયાનો દંડ થશે અને તે પછી પણ આધાર પાન લિંક ન કરાવ્યું તો 1000 રુપિયાનો દંડ થશે. નિર્ધારીત સમયગાળામાં આધાર પાન લિંક ન કરાવ્યું તો પાન કાર્ડ રદ પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.