taxation on cryptocurrency can be introduced in budget 2022 in india modi government is planning
Budget 2022 /
આ બજેટમાં Cryptocurrency ને લઈને મોદી સરકારની તૈયારી, ખરીદ વેચાણ પર લાગી શકે છે આટલો ટેક્સ
Team VTV02:31 PM, 21 Jan 22
| Updated: 04:29 PM, 21 Jan 22
1 લી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે જેમાં Cryptocurrency ને લઈને મોટી જાહેરાતો કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
ક્રીપ્ટોકરન્સીને લઈને સરકારની મૂંઝવણ
એક્સપર્ટસની સલાહ લઈને ટેક્સ લગાવવાની તૈયારી
18 % GST લાગી શકે તેવી અટકળો
Tax on Cryptocurrency
Budget 2022 પહેલા સરકાર Cryptocurrency ને ટેક્સનાં દાયરામાં લાવવા માટે વિશેષજ્ઞોની સલાહ લઇ રહી છે. સરકાર ઈચ્છે છે કે જો કોઈ કંપની કે ફેમિલી ઓફિસની પાસે ક્રિપ્ટોકરન્સીની હોલ્ડિંગ હાય તો તેના પર ટેક્સ લગાવવામાં આવે. હવે મોટાભાગની કંપનીઓ ક્રિપ્ટો હોલ્ડિંગસને મુખ્ય રૂપ થી બીઝનેસ ઇન્કમના રૂપ થી દર્શાવે છે. સુત્રોના અનુસાર, આગામી બજેટમાં સરકાર સ્પષ્ટ કરવા માંગે છે કે જો ક્રિપ્ટોમાં કોઈ નિવેશ છે તો તેના પર કઈ રીતે ટેક્સ લાગશે.
ક્રિપ્ટો પર હજુ પણ માથાકૂટ, એસેટ માનવું કે કમોડીટી:
bharatમાં ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલ કોઈ કાનૂન ન હોવાને કારણે આ બાબતની ઉલજન છે કે તેને કરન્સી માનવામાં આવે, એસેટ માનવામાં આવે કે કમોડીટી કે પછી સર્વિસ, સરકાર એ સમજવાની કોશિશ કરી રહી છે કે આનાથી થવાવાળી ઇન્કમને કેપિટલ ગેનના દાયરામાં રાખી શકાય કે નહિ. પ્રી-બજેટ રિકમેન્ડેશનમાં ક્રિપ્ટો એક્સચેન્જરોએ પણ કહ્યું હતું કે સરકારે ક્રિપ્ટો ટેક્સેશનના બધા પહેલુઓ પર વિચાર કરવો જોઈએ.
ક્રિપ્ટોના ખરીદ-વેંચાણ પર 18% GST લાગી શકે છે:
ક્રિપ્ટોની ખરીદી તથા વેંચાણ પર એક્સચેન્જની તરફથી ચાર્જ કરવામાં આવી રહેલ ફીઝ પર સરકાર 18% GST લગાવી શકે છે. ક્રિપ્ટોથી નિવેશકોને થયેલ મુનાફા પર 30% નો શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ તથા 20% નો કેપિટલ ગેન ટેક્સ લગાવવામાં આવી શકે છે. ઇંડસ્ટ્રી બોડીએ એ પણ કહ્યું છે કે ક્રિપ્ટોમાં ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પર ટેક્સ કમોડીટી તથા સિક્યોરિટીમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પર ટેક્સ સમાન હોવો જોઈએ. ઇંડસ્ટ્રીએ TDS પર પણ સ્પષ્ટતા માંગી છે.
બજેટ સત્રમાં આવી શકે છે ક્રિપ્ટો બિલ:
સંસદમાં ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલ બિલ પેશ કરવાની તૈયારી પાછલા બે વર્ષોથી ચાલી રહી છે. સરકાર ૨૯ નવેમ્બરથી શરુ થવાવાળા સંસદના શીતકાલીન સત્ર દરમિયાન ક્રિપ્ટોકરન્સી પર એક બિલ પેશ કરવાની હતી, પરંતુ હવે બજેટ સત્રમાં તેને પેશ કરવામાં આવી શકે છે.