Budget 2020 /
ઘર ખરીદનારાઓ માટે રાહતના સમાચાર, હાઉસિંગ લોનના વ્યાજની ચૂકવણીને લઇને કરાઇ આ જાહેરાત
Team VTV09:25 PM, 01 Feb 20
| Updated: 09:31 PM, 01 Feb 20
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020 રજૂ કરતા કહ્યું કે હાઉસિંગ લોનના વ્યાજની ચૂકવણી પર મળનાર 3.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટને 31 માર્ચ 2021 સુધી વધારવામાં આવ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020 રજૂ કર્યું
ટેક્સ છૂટને 31 માર્ચ 2021 સુધી વધારવામાં આવી
વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધી ક્લેમ કરી શકાય છે
ગત બજેટમાં નિર્મલા સીતારમણે હાઉસિંગ લોનના વ્યાજ પર ટેક્સની છૂટ મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 3.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી. મોદી સરકારે જૂલાઇ 2014માં પોતાના પ્રથમ બજેટમાં આને 1.5 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી હતી.
હોમ લોનના પ્રિન્સિપલ અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ બન્નેના રીપેમેન્ટ પર ટેક્સ બચાવવાની સુવિધા મળે છે. એક સેલ્ફ ઑક્યૂપાઇટ પ્રોપર્ટી માટે તમારા હોમ લોનના વ્યાજના રીપેમેન્ટ માટે, આઈટી એક્ટ સેક્શન 24B હેઠળ તમારી ટોટલ આવકમાંથી ડિડક્શનના રૂપમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધી ક્લેમ કરી શકાય છે. જેને વધારીને હવે 3.5 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા હતા.
સરકારના આ એલાનનો ફાયદો મધ્યમવર્ગના તે ઘર ખરીદારાઓને મળશે જે 31 માર્ચ 2021 પહેલા લોન લઇને 45 લાખ રૂપિયા સુધી ઘર ખરીદે છે. હાઉસિંગ લોન પર વ્યાજની ચૂકવણીના બદલે તેઓ 1.5 લાખ રૂપિયા વધુ ડિડક્શન મેળવશે. હાલના ઇન્કમ ટેક્સ કાયદો હોમ લોન્સ પર કેટલીક રીતે ટેક્સ લાભ આપે છે જે ઘરના પ્રકાર પર નિર્ભર કરે છે, જેમકે ઘર પોતાના રહેવા માટે ખરીદી રહ્યા છે કે પછી ભાડા પર લગાવવા માટે.