બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Tauktae's ordeal: Girl beaten in Rajula - 3-year-old killed in Jetpur, tragic death of 5 in Gujarat
Kiran
Last Updated: 02:14 PM, 18 May 2021
ADVERTISEMENT
ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાંએ વિનાશ વેર્યો છે, ધીમે ધીમે તારાજીના દશ્યો સામે આવી રહ્યા છે, ભારે પવન અને વરસાદને કારણે જેતપુરના સરધારપુર ગામે બાળકનું મોત નિપજ્યું છે વેર હાઉસની દિવાલ ધરાશાયી થતા ત્રણ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે જ્યારે માતા પિતા ગંભીર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, વેર હાઉસની દિવાલ મકાન ઉપર પડી હતી જેમાં બાળકનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
રાજુલામાં બાળકીનું મોત 3 ને બચાવી લેવાયા
બીજી તરફ અમરેલીમાં પણ વાવાઝોડાને કારણે બાળકીનું મોત નિપજ્યું છે, રાજુલામાં ભારે પવન ફુંકાતા મધ રાત્રે દિવાલ ધરાશાયી થઈ હતી..જેમાં ચાર લોકો દટાયા હતા જો કે સ્થાનિકો દ્વારા રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું પરતું બાળકીનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 3 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
ભાવનગરમાં મકાનની છત પડતા પિતા પુત્રીના મોત
તૌકતે વાવાઝોડાને કારણે અન્ય બે લોકોના મોત પણ સામે આવ્યા છે, ભાવનગરમાં મકાનની છત પડતા પિતા પુત્રીના મોત નિપજ્યા છે. પાલીતાણા સ્થિત નવા ગામના બાડેલીમાં વાવાઝોડું અને ભારે વરસાદને કારણે મકાની છતા ધરાશાયી થઈ હતી જેમાં બે લોકોના મોત નિપજ્યાં હતા.જ્યારે પાટણમાં પણ વીજ પોલ પડતા એક મહિલાનું મોત નિપજ્યું છે, મહિલા જ્યારે સૂતાં હતા ત્યારે ખાટલા પર વીજ પોલ પડતાં મહિલાનું મોત નિપજ્યું છે.
રેસ્ક્યૂ ઓપરેશન, ધારાશાયી વૃક્ષાને દૂર કરાયા
વાવાઝોડાં બાદ હવે તૌકતેની તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, NDRF અને SDRFના જવાનો હાલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી રહ્યા છે. ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે વાવાઝોડાની અસરને પગલે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દરિયાકાંઠાના લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે અત્યારે વાવાઝોડું અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે અમદાવાદમાં ભારે પવન ફુકાવાની આગાહી કરવામાં આવી રહી છે. મોતના આંકડો હજુ પણ વધી શકે છે અત્યાર સુધીમાં વાવાઝોડાને કારણે કુલ પાંચ મોત સામે આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT