બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 08:53 PM, 10 October 2019
ભારતની ઓટોમોબાઇલ જાયન્ટ ટાટા મોટર્સે ગુરુવારે તેમના જેગુઆર લેન્ડ રોવર સહિતના જૂથના 89,912 યુનિટ્સ સાથે સપ્ટેમ્બરમાં વૈશ્વિક વેચાણમાં 27 ટકાનો તોતિંગ ઘટાડો નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે તમામ પેસેન્જર વાહનોના વૈશ્વિક વેચાણમાં સપ્ટેમ્બરમાં 61,388 યુનિટ્સ સાથે એક વર્ષ પહેલાના સપ્ટેમ્બર કરતા 14 ટકાનો ઘટાડો નોંધાયો છે. ટાટા મોટર્સે આ રેગ્યુલેટરી ફાઇલિંગ સમયે જણાવ્યું હતું.
ADVERTISEMENT
ટાટાએ જણાવ્યું હતું કે તેનો બ્રિટિશ ભાગ એટલે કે જેગુઆર લેન્ડ રોવરે ગયા મહિને 53091 યુનિટ્સ પર પોતાનું વેચાણ દર્શાવ્યું હતું. આ પૈકી જેગુઆરનું મહિનાનું વેચાણ 13800 યુનિટ્સ હતું જયારે લેન્ડ રોવરનું મહિનાનું વેચાણ 39291 યુનિટ્સ હતું.
કોમર્શિયલ વાહનોના વિભાગમાં સપ્ટેમ્બર 2019માં ટાટા મોટર્સ અને Tata Daewooનું વૈશ્વિક વેચાણ 28524 યુનિટ્સ હતું કે જે ગયા વર્ષના આ મહિના કરતા 45 ટકા ઓછું છે.
અહી ઉલ્લેખનીય છે કે ગ્લોબલ ઇકોનોમિક સ્લો ડાઉનના પગલે ભારત સહિત વિશ્વમાં ઓટો ઉદ્યોગની માંગ અને વેચાણમાં આ વર્ષે મોટી ખાધ અનુભવાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT