ટાટા મોટર્સે પોતાની પૉપ્યુલર હેચબેક Tiagoનું નવું વર્ઝન NRG લોન્ચ કર્યુ છે. Tata Tiago NRG એ ક્રોસ હેચબેક છે. જેની શરૂઆતની કિંમત 5.5 લાખ રૂપિયા છે. આ નવી દિલ્હીના એક્સ શો રૂમની કિંમત છે. આ કારની ટૉપ મોડલની કિંમત 6.32 લાખ જેટલી થાય છે.
Tata Tiago NRG માં કોસ્મેટિક અપગ્રેડ અને બદલાવ કરવામાં આવ્યા છે. જો કે આ પ્લેટફોર્મ સેમ રાખવામાં આવ્યુ છે. આ મોડલની સ્પર્ધા મારૂતિ સુઝુકી સિલેરિયો એક્સ સાથે થશે.
Tata Tiago NRG સ્ટાર્ડન્ડ ટિયાગો મૉડલથી વધારે લાંબી પહોળી અને ટૉલ છે. કારના ગ્રાઉન્ડ ક્લિયરન્સને વધારીને 180mm કરવામાં આવ્યુ છે. સ્ટાઇલની વાત કરવામાં આવે તો નવી Tata Tiago NRGમાં કાળા રંગની પ્લાસ્ટિક ક્લેડિંગ બંપર્સની આસપાસ સાઇડ સ્ટર્ટ્સ અને વીલ આકર્સ પર જોવા મળશે. રિયર બંપરમાં ફોક્સ સ્કિટ પ્લેટ છે અને તેમાં બ્લેક ફિનિશવાળી રૂફ રેલ્સ પણ જોવા મળશે.
કારમાં ગ્રિલ ORVMs રૂક માઉન્ટેડ સ્પોઇલરને પણ બ્લેક ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. કેબિનમાં પણ કાળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે .Tata Tiago NRGમાં કંપનીએ 14 ઇંચના અલોય વ્હીલ્સ આપ્યા છે. Tata Tiago NRG ટૉપ વેરિયન્ટ્સ અવેલેબલ છે અને આમા ઘણાં નવા ફિચર્સ જેવા કે સ્ટીયરિગં માઉન્ટેડ કંટ્રોલ્સ બ્લૂટૂથ કનેક્ટિવિટી સમાર્ટફોન ઇન્ટિગ્રેશન રિયર પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યા છે.
પાવરની જો વાત કરવામાં આવે Tata Tiago NRG માં પેટ્રોલ-ડિઝલ એન્જિનના ઑપ્શન છે. 1.2 લિટર 3 સિલિન્ડર Reotron પેટ્રોલ એન્જિન છે. જે 84 બીએચપીનો પાવર અને 114 ન્યૂટન મીટરનો પાર્ક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે કારનું 1.05 લિટર 3 સિલિન્ડર રેવોટોર્ક ડિઝલ એન્જિન 69 બીએચપીનો પાવર અને 140 ન્યૂટન મીટરનો પીકે ટોર્ક જનરેટ કરે છે. એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે.